Home દેશ - NATIONAL સહારા ગ્રુપ  મની લોન્ડરિંગ કેસ: ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી...

સહારા ગ્રુપ  મની લોન્ડરિંગ કેસ: ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી

47
0

500થી વધુ એફઆઇઆરને આધારે દાખલ કરાયેલો મની લોન્ડરિંગ કેસ

(જી.એન.એસ) તા. 16

લોનાવાલા,

સહારા ગ્રુપ વિરુદ્ધના મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મહારાષ્ટ્રના લોનાવાલામાં ૧૪૬૦ કરોડ રૂપિયાના ૭૦૭ એકરમાં ફેલાયેલ એમ્બી વેલી સિટી અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લઇ લીધો છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. 

એમ્બી વેલી સિટી વિસ્તાર મુંબઇથી ૧૧૦ કિમી અને પૂણેથી ૯૦ કિમી દૂર આવેલો છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એમ્બી વેલી સિટીને ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઇડીની કોલકાતા ઓફિસ દ્વારા પ્રોવિઝનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આ જમીન બેનામી નામોથી ખરીદવામાં આવી હતી અને સહારા ગ્રુપ એકમોમાંથી આ ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. 

આ મામલે ઈડી એ જણાવ્યું હતું કે, સહારા ઇન્ડિયા અને તેના ગ્રુપ એકમોના કેસમાં ૧૪૬૦ કરોડ રૂપિયાની બજાર કીંમત ધરાવતા એમ્બી વેલી સિટી, લોનાવાલા અને તેની આસપાસના વિસ્તારને ટાંચમાં લેવામાં આવ્યો છે. 

વિવિધ રાજ્ય પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ૫૦૦થી વધુ એફઆઇઆરને આધારે આ મની લોન્ડરિંગ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

ઓડિશા, બિહાર અને રાજસ્થાન પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ ૩ એફઆઇઆર હુમારા ઇન્ડિયા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એચઆઇસીસીએસએલ) અને અન્યની વિરુદ્ધ આઇપીસી, ૧૮૬૦ની કલમ ૪૨૦ અને ૧૨૦બી હેઠળ દાખલ કરવામાં આવી હતી.

મની લોન્ડરિંગ કેસમાં ઇડીની તપાસમાં જાણવા મળ્યું છે કે સહારા ગ્રુપ અનેક પ્રકારની પોેન્ઝી સ્કીમ ચલાવી રહ્યું હતું. આ પોન્ઝી સ્કીમ અનેક અલગ અલગ કંપનીઓના માધ્યમથી ચાલી રહી હતી. જેમાં એચઆઇસીસીએસએલ, સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસસીસીએસએલ), સહારાયન યુનિવર્સલ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી (એસયુએમસીએસ), સ્ટાર્સ મલ્ટીપરપઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ (એસએમસીએસએલ) વગેરે સામેલ છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field