Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી જસ્ટિસ બી.આર.ગવઈ બનશે દેશના 51મા ચીફ જસ્ટિસ 

જસ્ટિસ બી.આર.ગવઈ બનશે દેશના 51મા ચીફ જસ્ટિસ 

51
0

વર્તમાન CJI સંજીવ ખન્ના દ્વારા જસ્ટિસ બી.આર.ગવઇના નામની કરી ભલામણ  

(જી.એન.એસ) તા. 16

નવી દિલ્હી,

વર્તમાન CJI સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની ભલામણ કરતો પ્રસ્તાવ કાયદા મંત્રાલય સમક્ષ મોકલ્યો છે. કાયદા મંત્રાલયે CJI સંજીવ ખન્નાને આગામી CJIના નામની ભલામણ કરવા કહ્યું હતું. વર્તમાન ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાનો કાર્યકાળ 13 મેના રોજ પૂરો થઈ રહ્યો છે. જસ્ટિસ ગવઈ દેશના 52માં ચીફ જસ્ટિસ બનશે. તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે 14 મેના રોજ શપથ લેશે. તેમનો કાર્યકાળ છ મહિનાનો રહેશે. કારણકે તેઓ નવેમ્બર,2025માં નિવૃત્ત થવાના છે.

સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે ગતવર્ષે 11 નવેમ્બરના રોજ શપથ લીધા હતા. તેઓ પણ 13 મે, 2025ના રોજ નિવૃત્ત થવાના હોવાથી તેમનો કાર્યકાળ પણ છ મહિનાનો છે. જસ્ટિસ ગવઈની 29 મે, 2019ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. નવેમ્બર, 2003માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા બાદ નવેમ્બર, 2005માં કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી. 

દેશની સુપ્રીમ કોર્ટમાં 2007માં જસ્ટિસ કેજી બાલકૃષ્ણન બાદ ગવઈ  બીજા દલિત ચીફ જસ્ટિસ બનશે. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય ચુકાદા આપ્યા છે. જેમાં મોદી સરકારનો 2016માં ડિમોનેટાઈઝેશનનો નિર્ણય, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો સામેલ છે.

જસ્ટિસ બીઆર ગવઈ પદ સંભાળ્યા પછી 6 મહિના માટે સીજેઆઈ રહેશે અને નવેમ્બર 2025 માં નિવૃત્ત થશે. જસ્ટિસ બીઆર ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેમણે ૧૯૮૫માં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે, તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બાદમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટના ન્યાયાધીશ બેરિસ્ટર રાજા ભોંસલે સાથે કામ કરતા હતા. બીઆર ગવઈએ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field