અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના બની
નીકીતા એ જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી
(જી.એન.એસ) તા. 14
વિસ્કોન્સિન
માત્ર 17 વર્ષીય નિકિતા કાસાપ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો અને તેના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી 7 મેના રોજ કરવામાં આવશે.
વિસ્કોન્સિન રાજ્યના રહેવાસી 17 વર્ષના નિકિતા કાસાપ પર એના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા ગામમાં તેણે 11 ફેબ્રુઆરીએ તેની 51 વર્ષીય માતા તાતીઆના કાસાપ અને 51 વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરને ગોળી મારી દીધી હતી. તેણે બંને હત્યા સાવકા પિતાની બંદૂક વડે કરી હતી. બંનેના મૃતદેહ ચાદરથી ઢાંકીને નિકિતા ડોનાલ્ડની કાર અને બંદૂક લઈને ઘર છોડીને નીકળી ગયો હતો. જતાં પહેલાં તેણે ઘરમાંથી 10,000 ડોલર (આશરે રૂપિયા 8.6 લાખ)ની ચોરી પણ કરી હતી.
17 વર્ષના નિકિતા પાસે ટ્રમ્પને મારવા માટે નાણાં કે બંદૂક નહોતા, તેથી માતાપિતાની હત્યા કરીને તેમના નાણાં અને બંદૂક લઈને ટ્રમ્પને ગોળી મારવાની યોજના તેણે બનાવી હતી. તેના પર હત્યા કરવી, ગેરકાયદે વાહન, બંદૂક અને નાણાંની ચોરી કરવી તથા યુએસ પ્રમુખની હત્યાનું કાવતરું ઘડવું જેવા 9 આરોપ લગાવવામાં આવ્યા છે.
મૃતકોની લાશ એમના ઘરમાંથી મળી આવતાં પોલીસ તપાસ શરૂ કરાઈ હતી. તાતીઆનાને ખભા પાસે ગોળી વાગી હતી અને ડોનાલ્ડને માથામાં જીવલેણ ઈજા થઈ હતી. વિસ્કોન્સિન છોડ્યા બાદ નિકિતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટકતો રહ્યો હતો. પોલીસે કેન્સાસ રાજ્યના વાકીનીમાં તેની ધરપકડ કરી હતી. પોલીસે નિકિતા પાસેથી ડોનાલ્ડની કાર અને બંદૂક જપ્ત કરી હતી. કારમાંથી ડોનાલ્ડનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું હતું.
આ હત્યાકાંડ આચરવા અગાઉ નિકિતા કાસાપે અમુક લખાણ લખ્યું હતું જેમાં તેણે ટ્રમ્પની હત્યા કરીને યુએસ સરકારને ઉથલાવી પાડવા માટેની હાકલ કરી હતી. તેના મોબાઈલ ફોનમાંથી હિટલરના નાઝી જૂથ પ્રેરિત ઉગ્રવાદી વિચારો ધરાવતી સામગ્રી મળી આવી હતી. પોલીસને મળેલા ત્રણ પાનાના લખાણમાં આવું લખવામાં આવ્યું હતું, ‘મને લાગે છે કે પ્રમુખ ટ્રમ્પ અને કદાચ ઉપપ્રમુખ પણ દૂર કરવાથી અમેરિકામાં થોડી અરાજકતા સર્જાશે.’ લખાણ સાથે એડોલ્ફ હિટલરના ફોટા પણ હતા. ફોટા પર ‘હેઈલ હિટલર, હેઈલ ધ વ્હાઈટ રેસ, હેઈલ વિક્ટરી’ (હિટલરનો જય હો, શ્વેત લોકોનો જય હો, વિજયનો જય હો) લખેલું હતું. ભેગું એવું લખેલું હતું કે, ‘યહૂદીઓના કબજામાં રહીને કામ કરતાં રાજકારણીઓથી શ્વેત લોકોને બચાવવા માટે હિંસા જરૂરી છે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.