(જી.એન.એસ) તા. 12
નવી દિલ્હી/લખનૌ,
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી) દ્વારા નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની જોડાયેલી મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં તા. 11 એપ્રિલ, 2025 ના દિવસે ઈડી એ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે. આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, જે તે બિલ્ડિંગના 7માં, 8માં અને 9માં માળે ભાડે છે. હવે તેમણે દર મહિનાનું ભાડું ED ને જમા કરાવવાનું રહેશે.
આ કેસમાં ઈડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળું નાણું કમાયું હતું. જેના કારણે 20 નવેમ્બર, 2023 ના દિવસે AJLની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહી હવે 10 એપ્રિલના દિવસે કોર્ટ દ્વારા મંજૂર થઈ ગઈ છે. નવેમ્બર 2023 માં, ઈડીએ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો તેમજ 90.2 કરોડ રૂપિયાના AJL શેરને કામચલાઉ રીતે જપ્ત કર્યા હતા.
ડો. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી આ કેસ શરૂ થયો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને AJLની 2000 કરોડ રૂપિયાની મિલકત હડપ કરી લીધી હતી. જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે એ પણ બહાર આવ્યું કે નકલી દાન, ખોટા ભાડા અને નકલી જાહેરાતો દ્વારા 85 કરોડ રૂપિયાથી વધુની રકમ પણ ઉચાપત કરવામાં આવી હતી. હવે ઈડીએ આ મિલકતોનો કબજો લેવા માટે નોટિસો મોકલી છે અને તેનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.