Home દુનિયા - WORLD ટ્રમ્પે એકવાર ફરી ચીનને આપ્યો ઝટકો, લગાવી 145 ટકા ઇમ્પોર્ટ ડયુટી

ટ્રમ્પે એકવાર ફરી ચીનને આપ્યો ઝટકો, લગાવી 145 ટકા ઇમ્પોર્ટ ડયુટી

85
0

(જી.એન.એસ) તા. 11

વોશિંગ્ટન,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપારી સંબંધોમાં ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો છે. આ 145 ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો 20 ટકા ટેરિફ પણ શામેલ છે.

આ નિર્ણય ટ્રમ્પના “અમેરિકા ફર્સ્ટ” અભિગમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકન કંપનીઓને દેશમાં પાછી લાવવી, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક વેપારમાં સંતુલન સ્થાપવું છે. ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે આ અંગે વાત કરતા કહ્યું, “આપણે રસ્તામાં કેટલીક કિંમત ચૂકવવી પડશે, પરંતુ અંતે આ એક સારું પરિણામ આપશે. અમે આર્થિક રીતે ખૂબ સારી સ્થિતિમાં છીએ.” આ નવી ડ્યુટી નીતિ ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર યુદ્ધનો નવો તબક્કો શરૂ કરી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ ઊંચી ડ્યુટીના કારણે ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ પર પણ તેની નકારાત્મક અસર પડવાની શક્યતા છે. ચીની માલની કિંમતોમાં વધારો થવાથી અમેરિકન ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર થઈ શકે છે, જે આર્થિક વૃદ્ધિને અવરોધે છે.

આ મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે, ચીન પર કુલ ટેરિફ 145 ટકા છે. ફેન્ટાનાઈલ દાણચોરીમાં ચીનની કથિત ભૂમિકાને કારણે તેના પર વધારાનો 20 ટકા ટેરિફ પણ લાદવામાં આવ્યો છે. ચીને આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, ‘અમારા દરવાજા વાતચીત માટે ખુલ્લા છે, પરંતુ અમે દબાણ અને ધમકીઓથી ડરવાના નથી.’

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (નવમી એપ્રિલ) અમેરિકામાં પ્રવેશતા ચીની ઉત્પાદનો પર 125 ટકા ટેરિફની જાહેરાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસે પાછળથી પુષ્ટિ કરી હતી કે ચીન પર ટેરિફ વધીને 145 ટકા થઈ ગયો છે, સાથે જ ફેન્ટાનિલ પર ચીન પર પહેલાથી જ 20 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

તે પણ ઉલ્લેખનીય છે કે, ફેન્ટાનિલ એક સિન્થેટિક ડ્રગ્સ છે, જેનો ઉપયોગ પીડા નિવારક અને એનેસ્થેટિક તરીકે થાય છે. મતલબ, આ એક એવું રસાયણ છે જે મગજના ચોક્કસ ભાગ પર કામ કરીને પીડાને નિયંત્રિત કરે છે. ફેન્ટાનિલ એક કૃત્રિમ દવા છે કારણ કે તે પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. તે મોર્ફિન કરતાં 100 ગણું વધુ મજબૂત અને હેરોઈન જેવા ખતરનાક ડ્રગ્સ કરતાં 50 ગણું વધુ શક્તિશાળી છે. આનાથી ખ્યાલ આવી શકે છે કે ફેન્ટાનિલ કેટલું ખતરનાક છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field