(જી.એન.એસ) તા. 10
વોશિંગ્ટન,
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 70થી વધુ દેશોને રેસિપ્રોકલ ટેરિફમાંથી 90 દિવસની છૂટ આપી છે. પરંતુ ચીનને આ છૂટમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આ કાર્યક્ષેત્રથી દૂર રાખવામાં આવ્યું છે. ચીન પર 125%નો જંગી ટેરિફ લાદવામાં આવ્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એવામાં એ પ્રશ્ન થાય કે ટ્રમ્પના આ ટેરિફ બોમ્બના વિચાર પાછળ કોણ છે? આમ તો ટ્રમ્પ શરુઆતથી જ ટેરિફના સમર્થક રહ્યા છે. તેઓ માને છે કે દુનિયાભરના દેશોએ સદીઓથી તેમને લૂંટ્યા છે. પણ હવે અમેરિકા આ અટકાવશે.
અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફ લાદવામાં આવ્યા બાદ, સમગ્ર વિશ્વની આર્થિક વ્યવસ્થા હચમચી ગઈ છે. ટ્રમ્પની આ જાહેરાત પછી, વિશ્વભરના બજારોમાં ભૂકંપ આવી ગયો છે. વ્હાઇટ હાઉસે માહિતી આપી હતી કે લગભગ 50 દેશોએ ટેરિફ પર વાટાઘાટો કરવા માટે તેમનો સંપર્ક કર્યો છે. જોકે, બુધવારે ટ્રમ્પે ચીન સિવાય ઘણા દેશોને ટેરિફમાં 90 દિવસની રાહત આપી છે.
મ્પ દ્વારા ટેરિફ પ્લાન બનાવવામાં કાઉન્સિલ ઓફ ઈકોનોમિક એડવાઈઝર્સની મોટી ભૂમિકા રહી છે અથવા એમ કહી શકાય કે ટ્રમ્પના ત્રણ આર્થિક સલાહકારોએ ટેરિફની રૂપરેખા તૈયાર કરી હતી જે સમગ્ર વિશ્વની આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખશે.
કાઉન્સિલ ઑફ ઇકોનોમિક એડવાઇઝર્સ એ રાષ્ટ્રપતિના કાર્યકારી કાર્યાલયની અંદરની એક એજન્સી છે, જે કોંગ્રેસ દ્વારા 1946ના રોજગાર અધિનિયમમાં બનાવવામાં આવી છે. જેનું કામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય આર્થિક નીતિ ઘડવામાં રાષ્ટ્રપતિને આર્થિક સલાહ આપવાનું છે.
આર્થિક સલાહકારો પરિષદના અધ્યક્ષ સ્ટીફન મીરાન અને પિયર યારેડ અને કિમ રુહલ સભ્યો તરીકે સેવા આપે છે. આ અધિકારીઓ આર્થિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને રાષ્ટ્રપતિને તેમની ભલામણો મોકલે છે. ટ્રમ્પને આ ત્રણ લોકો પર સંપૂર્ણ વિશ્વાસ છે અને દેશની અંદર અને બહારથી વિરોધ હોવા છતાં તેઓ તેમની સલાહ પર કાયમ છે.
પીટર નૈવારો ને ચીનના સૌથી મોટા ટીકાકાર માનવામાં આવે છે. તેમણે 2006માં ‘ચાઇના વોર્સ’ અને 2011માં ‘ડેથ બાય ચાઇના’ નામના બે પુસ્તકો પણ લખ્યા છે. નૈવારોએ 2017થી 2021 સુધી વ્હાઇટ હાઉસમાં નેશનલ ટ્રેડ કાઉન્સિલના ડિરેક્ટર તરીકે સેવા આપી છે. તેઓ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિના કટ્ટર સમર્થક છે. તેમને ટ્રમ્પની ટેરિફ નીતિઓના આર્કિટેક્ટ માનવામાં આવે છે. તેઓ સંરક્ષણવાદ અને ટેરિફ દ્વારા યુએસ વેપાર ખાધ ઘટાડવાના પક્ષમાં છે. તેમના મત અનુસાર ઊંચા ટેરિફ અમેરિકન ઉત્પાદનને વેગ આપશે અને વિદેશી આયાતને વધુ મોંઘી બનાવીને રોજગારી આપશે.
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટ હેજ ફંડ મેનેજર હતા. તેમણે જ્યોર્જ સોરોસ સાથે પણ કામ કર્યું છે. 2015માં, તેમણે પોતાની રોકાણ કંપની KEY સ્ક્વેર ગ્રૂપ શરુ કરી. તેઓ પણ ટ્રમ્પની ટેરિફ નીતિને સમર્થન આપે છે.
બેસન્ટનું માનવું છે કે ટેરિફ માત્ર વેપારને સંતુલિત નહિ કરે પરંતુ અમેરિકન અર્થતંત્રને પણ વેગ આપશે. બેસન્ટે વૈશ્વિક સ્તરે રેસિપ્રોકલ ટેરિફની જોરદાર હિમાયત કરી અને તેને વાજબી ઠેરવ્યો. ટેરિફને પગલે શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડા પછી, બેસન્ટે કહ્યું હતું કે અમેરિકા મંદીનો સામનો કરશે નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને તેનો ફાયદો થશે.
યુએસ વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિક એક ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર રહ્યા છે. તેઓ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેન્ટોર ફિટ્ઝગેરાલ્ડના એક્ઝિક્યુટિવ રહી ચૂક્યા છે. તે ટ્રમ્પના લાંબા સમયથી મિત્ર રહ્યા છે અને લુટનિકે તેમના તમામ મોટા નિર્ણયોમાં ભૂમિકા ભજવી છે. તેમને ટ્રમ્પના વફાદાર કહેવામાં આવે છે.
ટ્રમ્પની ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ નીતિ હેઠળ લુટનિકને ટેરિફના De Facto Face કહેવામાં આવે છે. તે ટ્રમ્પની ટીમનો ભાગ છે, જેણે ટેરિફ અંગેનો સમગ્ર પ્લાન તૈયાર કર્યો હતો. લુટનિકનો ટેરિફ અંગેનો પ્લાન અન્ય દેશોને અમેરિકન ઉત્પાદનો માટે તેમના બજારો ખોલવા અને વેપાર નીતિઓ બદલવા માટે દબાણ કરવાનો હતો.
મહત્વનું છે કે, લુટનિકે ચીન અને વિયેતનામ જેવા દેશો પર ઊંચા ટેરિફ લાદવાની હિમાયત કરી હતી. તેમનું માનવું છે કે અમેરિકા અને ચીન વચ્ચેનો વેપાર બિલકુલ સંતુલિત નથી, જેને સુધારવાની જરૂર છે. તેઓ ટ્રમ્પની ટેરિફ નીતિના મુખ્ય સમર્થક અને પ્રમોટર રહ્યા છે, જેને તેઓ યુએસ અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી માને છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.