Home ગુજરાત કચ્છ ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

42
0

(જી.એન.એસ) તા. 5

ભચાઉ,

કચ્છના ભચાઉમ હત્યા સહિત મારામારીના 6થી વધુ ગુનાનો આરોપી અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. કચ્છમાં એક બાજુ પોલીસ એક પછી એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. ત્યારે બીજી બાજુ આજે લાકડીયા પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. 

ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક હેઠળના શિવલખા ખાતે રહેતા અનિલસિંહ અમરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા નામના આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ખૂન સહિત મારામારી ના વિવિધ 6થી વધુ ગુનાઓ નોંધાયેલ છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબીંગ ગુનાઓ દાખલ છે. તંત્રએ અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરી છે. 

આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ શિવલખા તાલુકો ભચાઉ ના સરવે નંબર ૫૭૪/૧ તથા ટ્રા. સ. નંબર ૧૩૧૭/૪/બિન નંબરી ૪૭ પૈકી ની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે હોટલ નું બાંધકામ કરેલ જે તોડી પાડવામાં આવેલ છે આ કામગીરી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી લાકડીયા પીઆઈ જે.એમ.જાડેજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.