Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી

કેન્દ્ર સરકારે રૂ. 18 હજાર કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી

36
0

(જી.એન.એસ) તા.4

નવી દિલ્હી,

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે, ‘પરિયોજનાઓમાં સંબલપુર-જરપદા ત્રીજી અને ચોથી લાઇન, ઝારસુગુડા-સાસન ત્રીજી અને ચોથી લાઇન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી અને છઠ્ઠી લાઇન અને ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે.’

કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલવે મંત્રાલયના 4 પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત 18,658 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને આવરી લેતા આ પરિયોજનાઓ ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 1,247 કિમી સુધી વિસ્તૃત કરશે.

કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘રેલવે લાઇનના વિસ્તારથી ગતિશીલતામાં સુધારો થશે. આનાથી ભારતીય રેલવે માટે કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો રેલ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઘટાડશે.

તેમજ રેલવે મંત્રીએ કહ્યું હતું કે, 19 નવા સ્ટેશનો પણ બનાવવામાં આવશે. સ્ટેશનોના નિર્માણથી મહારાષ્ટ્રના ગઢચિરોલી અને છત્તીસગઢના રાજનાંદગાંવ સાથે જોડાણ વધશે. વધેલા જોડાણથી લગભગ 3350 ગામડાઓ અને લગભગ 47.25 લાખ લોકોને ફાયદો થશે.

વધુમાં કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલવે એ પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ છે. આનાથી આબોહવા લક્ષ્યો હાંસલ કરવામાં, દેશના લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવામાં, તેલની આયાત (95 કરોડ લિટર) ઘટાડવામાં અને CO2 ઉત્સર્જન (477 કરોડ કિલોગ્રામ) ઘટાડવામાં મદદ મળશે, જે 19 કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.

રેલવે મંત્રીના જણાવ્યા મુજબ, આ પરિયોજનાઓને કારણે, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા બલોદા બજાર જેવા નવા વિસ્તારોને સીધી રેલ કનેક્ટિવિટી મળી શકશે. આનો ફાયદો એ થશે કે આ વિસ્તારમાં સિમેન્ટ પ્લાન્ટ સહિત નવા ઔદ્યોગિક એકમો સ્થાપવાની શક્યતાઓ ઊભી થશે. આ માર્ગો કૃષિ ઉત્પાદનો, ખાતરો, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પત્થર જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે જરૂરી છે. ક્ષમતા વધારાથી વાર્ષિક 88-77 મિલિયન ટન (MTPA) નો વધારાનો કાર્ગો હેન્ડલિંગ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field