Home અન્ય રાજ્ય આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર

57
0

(જી.એન.એસ) તા. 28

અમરાવતી,

આંધ્રપ્રદેશમાં બર્ડ ફ્લૂના વાયરસના કારણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે, રાજ્યમાં આઠ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વિશ્વ પશુ આરોગ્ય સંગઠન (WOAH)એ 28 માર્ચ, 2025 ને શુક્રવારના રોજ આઠ કેસની પુષ્ટી કરી હતી. સંગઠને ભારતીય અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આંધ્રના પૂર્વ ક્ષેત્રમાં કેસો નોંધાતા તકેદારીના પગલા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ વાયરસના કારણે છ લાખથી વધુ મરઘીઓના મોત થયા છે.

આ મામલે WHAHના રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યના અનેક મરઘા ફાર્મમાં વાયરસ ફેલાયો છે, જેના કારણે મરઘા ફાર્માના માલિકોએ તકેદારીના પગલા શરૂ કરી દીધા છે. બર્ડ ફૂલોના વાયરસ H5N1 અત્યંત ચેપી અને જીવલેણ હોય છે. આ વાયરસ મરઘા માટે ખતરનાક છે અને તેના કારણે અનેક મરઘીના મોત થયા છે. એટલું જ સ્થાનિક કૃષિ પર પણ તેની અસર પડી છે.

આ રોગ ફેલાવવાનો સૌથી વધારે ખતરો મરઘીપાલન સાથે જોડાયેલા લોકોને છે.

બર્ડ ફ્લૂથી સંક્રમિત થવા પર કફ, ડાયરિયા, તાવ, શ્વાસ સાથે જોડાય મુશ્કેલીઓ, માથું દુખવું, માશપેશીઓમાં દુખાવો, ગળામાં ખારાશ, નાક વહેવું અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે કે તમે બર્ડ ફ્લૂની ચપેટમાં આવી ગયા તો કોઈ અન્યના સંપર્કમાં આવતા પહેલા ડોક્ટરને દેખાડવું.

અલગ-અલગ બર્ડ ફ્લૂની અલગ-અલગ રીતે સારવાર કરવામાં આવે છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં આ રોગની સારવાર એન્ટિવાઈરલ દવાઓથી કરવામાં આવે છે. લક્ષણ જોવા મળે તો બને એટલી જલ્દી એની દવા લેવી જરૂરી હોય છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત વ્યક્તિ સિવાય તેની સંપર્કમાં આવેલા ઘરના સભ્યોએ પછી ભલે તેમને લક્ષણો ના જણાતા હોય પરંતુ દવા લેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field