(જી.એન.એસ) તા. 22
પેશાવર,
પાકિસ્તાનના પેશાવરમાં જુમ્માની નમાઝ દરમિયાન કિસ્સાખાની બજારની જામા મસ્જિદમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો, આ ઘટના બાબતે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટમાં પાંચથી વધુ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા, આ બ્લાસ્ટ એવા સમયે થયો હતો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો નમાઝ અદા કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પેશાવર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની છે. આ શહેર પાકિસ્તાન માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. પેશાવર પાકિસ્તાનના સૌથી જૂના શહેરોમાંનું એક છે. આ ઉપરાંત, આ પ્રાંત લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે.
બ્લાસ્ટ થયા બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ કરવામાં આવી હતી અને રાહત -બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરુ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પેશાવર આ પહેલા પણ આતંકી હુમલોના શિકાર બન્યું છે. પોલીસ આ મામલે હાલમાં તપાસ કરી રહી છે.
પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓ સતત વધી રહી છે. જો કે, આ બ્લાસ્ટ ની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.