મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સાંસદના નિવેદનથી વિપક્ષ ભડક્યું
(જી.એન.એસ) તા. 18
નવી દિલ્હી,
હાલ એક તરફ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબની કબર ને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ઓડિશાના બારગઢથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રદીપ પુરોહિતે એક નિવેદન આપ્યું હતું જે બાદ સંસદમાં વિપક્ષ ભડક્યું હતું.
લોકસભામાં ઓડિશાના બારગઢથી ભાજપના સાંસદે કહ્યું હતું કે, ‘હું એક સંતને મળ્યો હતો. સંતે મને કહ્યું કે પીએમ મોદી તેમના પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા, પીએમ મોદી ખરેખર છત્રપતિ શિવાજી મહારાજ છે, જેમણે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશને વિકાસ અને પ્રગતિ તરફ લઈ જવા માટે પુનર્જન્મ લીધો છે.’
ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના આ નિવેદનને લઈને હોબાળો થયો છે. જેનો સોશિયલ મીડિયા પર પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. બીજેપી સાંસદના આ નિવેદનનો કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સભ્યોએ વિરોધ કર્યો હતો, ત્યારબાદ આ મામલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અનુરોધ કર્યો હતો કે, ‘જો આ ટિપ્પણીથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેને ગૃહની કાર્યવાહીમાંથી હટાવવા પર વિચાર કરવામાં આવે.’
આ બાબતે શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ભાજપના આ બેશરમ સિકોફન્ટ્સને કાબૂમાં રાખવાની જરૂર છે. વડાપ્રધાન મોદીની છત્રપતિ શિવાજી મહારાજ સાથે સરખામણી બિલકુલ અસ્વીકાર્ય છે.”
આ મામલે કોંગ્રેસ સાંસદ વર્ષા એકનાથ ગાયકવાડે બીજેપી સાંસદનો વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, ‘ભાજપ નેતૃત્વ દ્વારા અખંડ ભારતના દેવ છત્રપતિ શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા અને મહારાષ્ટ્ર અને વિશ્વભરમાં શિવપ્રેમીઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ લોકોએ નરેન્દ્ર મોદીના માથા પર છત્રપતિ શિવાજી મહારાજનો મુકુટ મૂકીને શિવાજી મહારાજનું ઘોર અપમાન કર્યું છે. શિવાજી મહારાજનું વારંવાર અપમાન કરવા બદલ અમે ભાજપની નિંદા કરીએ છીએ. નરેન્દ્ર મોદીએ તાત્કાલિક દેશની માફી માંગવી જોઈએ અને આ સાંસદને સસ્પેન્ડ કરવા જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.