Home હર્ષદ કામદાર દેશના શક્તિશાળી પ્રજાજનોનો ર્નિણય જ ચીનને સબક શીખવાડી શકે….!

દેશના શક્તિશાળી પ્રજાજનોનો ર્નિણય જ ચીનને સબક શીખવાડી શકે….!

157
0

(જી.એન.એસ : હર્ષદ કામદાર)
ભારતની સરહદ પર અવારનવાર ઉબાડીયા અને ઘૂસણખોરી કરતુ ચીન હવે મંદીની મહા જાળમાં ફસાઈ ગયું છે. તે સાથે વીજળીના અભાવે મોટા પ્રમાણમાં વિવિધ ઉત્પાદનો કરતા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. જેના કારણે પ્રજામાં જિનપિંગ પ્રત્યેનો રોષ વધુ પ્રમાણમાં વ્યાપી ગયો છે જેના પરિણામો કેવા તથા ક્યારે આવી શકે તે કહી શકાય નહિ… હવે કદાચ રશિયાની જેમ તેના ટુકડા થવાની શક્યતા વધી પડી છે…..! ત્યારે ચીનના સરકારી દૈનિકે જીન પીંગ શી ના બચાવમાં ભારતને ધમકી આપી દીધી છે કે જાે યુદ્ધ થશે તો ભારતને હારનો સામનો કરવો પડશે. મતલબ નિષ્ફળ ગયેલા ચીનના રાષ્ટ્રપતિ પોતાને તથા પોતાના પદને બચાવવા ભારત સામે આધળુકીયા કરે તેવી સંભાવના વધી ગઇ છે…..! ચીને તિબેટીયન વિસ્તારમાં વસવાટો ઉભા કરવા સાથે ચીની નાગરિકોને વસાવવા લાગ્યું છે, તો ખેતીવાડી વગેરે પચાવી પાડવામાં આવ્યા છે તે સાથે તેઓના નિવાસ સ્થાનો પણ પચાવી પાડયા છે. બીજી તરફ ભારતની સરહદે શસ્ત્રસરંજામ સાથે મોટી સંખ્યામાં લશ્કર ખડકી દીધું છે. લડાખમાં સરહદી તણાવ બાબતે ૧૩ મા રાઉન્ડની વાતચીત પછી પણ ચીન ૨૦૨૦ જેવી સ્થિતી પુનઃસ્થાપિત કરવા તૈયાર નથી. ભારતે સકારાત્મક સૂચનો કર્યા હતા પરંતુ દંભી,દગાખોર? ચીનને સાચી નથી…. કારણ છે તેની વિસ્તારવાદી નીતિ…. વિશ્વભરમાં કોરોના કાળમાં દુનિયાના દેશો પોતાના ડચકા ખાતા અર્થતંત્રને સંભાળવામા ઓતપ્રોત હતા તે સમયે ચીનનું અર્થતંત્ર સરળતાથી ધમધમી રહેવા સાથે વિકાસની દોડ જેટ ગતિએ થઇ રહી હતી. પરંતુ હવે સ્થિતિ ઉલટી થઈ જવા પામી છે. ચીનની કુલ જીડીપીમાં ૨૫ ટકા હિસ્સો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો છે અને સૌથી જાયન્ટ રિયલ એસ્ટેટ કંપની એવરગ્રેન્ડ સરકારની કેટલીક નીતિઓ તથા કંપની સંચાલકોની બેદરકારીને કારણે નાદારી નોંધાવવા નજીક પહોંચી જતા ચીનમાં મંદીની અસર થઈ તેમા બાકી હતું તે ઓસ્ટ્રેલિયા સાથે આડોડાઈ કરતા વિવાદ થયો તે કારણે ચીને તેનો કોલસો ખરીદવાનું બંધ કરી દીધું. પરિણામે ચીનમાં વીજળી ઉત્પાદન ઠપ થઇ ગયું જેની મોટી અસર ઔદ્યોગિક એકમો પર થઈ છે. લગભગ ઉત્પાદનો બંધ છે. ચીન વિશ્વના મોટા ભાગના દેશોમાં મોટા પ્રમાણમાં ચીજવસ્તુઓની નિકાસ કરતો દેશ છે…. તેમાં સપ્લાય બંધ થતાં વિશ્વના દેશો અન્ય દેશોથી ચીજ વસ્તુઓ મંગાવશે જે ચીન માટે સંપૂર્ણ ફટકા રૂપ બની રહેશે. બીજી તરફ ચીનમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે અને ત્યાં ઓફિસ કે ઘરના હીટર ચાલુ ન હોય તો લોકો રહી શકતા નથી જેથી પ્રજાકીય આક્રોશ વધુ ભડક્યો છે, અને આ કારણે સત્તા પર ટકી રહેવા જીન પીગ ભારત સાથે યુધ્ધનું આધળીકિયુ કરે તેવી સંભાવના વધી પડી છે…..!!
ભારતના વૈશ્વિક વ્યાપાર ક્ષેત્રે ચીન સહિતના અનેક દેશો સાથે આયાત-નિકાસના કરાર છે જેનો ભરપૂર લાભ ચીને ઉઠાવ્યો છે અને ઉઠાવી રહ્યું છે. ચીનની સરહદી નાગરદાઈ સામે ભારત- ચીની માલસામાન આવતો રોકી ન શકે કારણ વૈશ્વિક વ્યાપાર કરાર…. પરંતુ ભારતના લોકો ચીનને મોટામાં મોટી ફાઇટ આપી શકે છે, ભારતની પ્રજાની શક્તિ અમાપ છે…. કારણ અંગ્રેજાેને દેશ છોડાવ્યો હતો. જ્યારે કે ચીન ભારત સરહદે ઉબાડીયા કરે છે, ભારતની ભૂમી?મા ઘુસણખોરી કરે છે….જે હવે પચાવી પાડે નહીં તે માટે દેશની પ્રજા અંતઃકરણથી ચીનની કોઈ પણ બનાવટો નહીં ખરીદવાનો નિશ્ચય કરે…. ચીની ઉત્પાદનોની ખરીદી બંધ કરે તો ચીનને ભયંકર ફાઇટ આપી શકે તેવી શક્તિ ધરાવે છે….પરંતુ દેશ ભરની આમ પ્રજા નિશ્ચય કરે તે જરૂરી અને આવશ્યક છે…..!

વંદે માતરમ્‌

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક મોરચે એનર્જી કટોકટી અને ચોમેરથી આવેલ નફારૂપી વેચવાલીના દબાણે ભારતીય શેરબજારમાં ૩૩૬ પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો…!!
Next articleકોરોના વેક્સિનનો ૧૦૦ કરોડ ડોઝનો આંક પાર