Home મનોરંજન - Entertainment શર્લિન ચોપરા પર ૫૦ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો

શર્લિન ચોપરા પર ૫૦ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો

145
0

શર્લિન ચોપરા પર રાજ અને શિલ્પા દ્વારા માનહાનિનો કેસ દાખલ

(જી.એન.એસ.) , તા.૧૯
મુંબઇ
શિલ્પા તથા રાજના વકીલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું, ‘શર્લિન ચોપરા જે પણ બોલી રહી છે તેણે તમામ વાતો કાયદામાં રહીને કરવી જોઈએ. મારા ક્લાયન્ટ વિરુદ્ધ પ્રેસ-કોન્ફરન્સ કરવી તે તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે. જાહેરમાં શર્લિન ચોપરાએ કરેલી તમામ વાતો કોર્ટમાં તેની વિરુદ્ધ કરવામાં આવશે. તેની વિરુદ્ધ સિવિલ તથા ક્રિમિનલ પ્રોસિડિંગ હેઠળ કેસ કરવામાં આવશે.’ શર્લિને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ પણ ફરિયાદ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. આ વર્ષે જુલાઈમાં શર્લિને રાજ કુંદ્રા પર શોષણનો આરોપ મૂકીને દાવો કર્યો હતો કે રાજ બે વર્ષ પહેલાં ૨૦૧૯માં એક દિવસ તેના ઘરે અચાનક આવ્યો હતો અને તેનું યૌન શોષણ કર્યું હતું. શર્લિને આરોપ મૂક્યો હતો કે રાજ કુંદ્રાએ તેણે ના પાડી હોવા છતાં કિસ કરી હતી. એપ્રિલ, ૨૦૨૧માં શર્લિને રાજ કુંદ્રા વિરુદ્ધ યૌન શોષણનો આરોપ મૂકીને પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ રાજ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ઇ/ઉ ૩૮૪, ૪૧૫, ૪૨૦, ૫૦૪ અને ૫૦૬, ૩૫૪ (છ) (મ્) (ડ્ઢ), ૫૦૯, ૬૭, ૬૭ (છ) કેસ કર્યો હતો.શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ શર્લિન ચોપરા વિરુદ્ધ ૫૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે, ગયા અઠવાડિયે શર્લિન ચોપરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં રાજ વિરુદ્ધ હ્લૈંઇ (ફર્સ્‌ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) કરી હતી અને ત્યાર બાદ શિલ્પા-રાજના વકીલોએ આ કેસ કર્યો છે. શર્લિને પોતાની ફરિયાદમાં રાજ તથા શિલ્પા વિરુદ્ધ યૌન ઉત્પીડન તથા અન્ડરવર્લ્‌ડની ધમકી આપવાનો આરોપ મૂક્યો હતો. શિલ્પા-રાજની ચેતવણી બાદ પણ શર્લિને પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. શર્લિને પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે તેણે રાજ કુંદ્રાની JL સ્ટ્રીમ કંપની માટે ૩ વીડિયો શૂટ કર્યા હતા, પરંતુ વચન પ્રમાણે તેને પૈસા આપવામાં આવ્યા નહોતા. ફરિયાદમાં એક્ટ્રેસે કહ્યું હતું કે રાજ કુંદ્રા લોકોને ઉઘાડા બતાવ્યા બાદ કલાકારોને પેમેન્ટ કરતો નથી. રાજ કુંદ્રાની ૧૯ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરુદ્ધ ૧૫૦૦ પેજની ચાર્જશીટ દાખલ કરી છે. રાજને બે મહિના બાદ ૨૦ સપ્ટેમ્બરના રોજ જામીન મળ્યા હતા. જાેકે ગેહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે શર્લિન જ રાજને બોલ્ડ કન્ટેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લઈને આવી હતી. શર્લિન માત્ર ધ્યાન ખેંચવા માટે રાજ પર કાદવ ઉછાળે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રના સીઈઓ સાથે મોદીની કોન્ફરન્સ
Next articleભારતીય શેરબજારમાં ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ઐતિહાસિક સપાટીએથી ઝડપી પીછેહઠ…!!