Home મનોરંજન - Entertainment ‘કસ્ટડીમાં મને થપ્પડ મારવામાં આવી, ભૂખી રખાઈ…’ : રાન્યા રાવના DRI અધિકારીઓ સામે...

‘કસ્ટડીમાં મને થપ્પડ મારવામાં આવી, ભૂખી રખાઈ…’ : રાન્યા રાવના DRI અધિકારીઓ સામે આક્ષેપ

26
0

(જી.એન.એસ) તા. 15

સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવે દ્વારા DRI અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે કે પૂછપરછ દરમિયાન તેને ઘણી વખત થપ્પડ મારવામાં આવી હતી, તેને ખાવાનું આપવામાં આવ્યું ન હતું અને DRI અધિકારીઓએ તેને ખાલી દસ્તાવેજો પર સહી કરવા દબાણ કર્યું હતું.

ડીઆરઆઈના એડિશનલ ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં રાન્યાએ પોતાને નિર્દોષ ગણાવ્યા અને કહ્યું કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. કન્નડ અભિનેત્રી રાન્યા રાવ, એક વરિષ્ઠ પોલીસ અધિકારીની પુત્રી, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા 4 માર્ચ, 2025 ના રોજ, બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. તે દુબઈથી 14.8 કિલો સોનું સ્મગલ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ સોનાની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા છે.
મુખ્ય જેલ અધિક્ષક દ્વારા મોકલવામાં આવેલ પત્ર

પરપ્પાના અગ્રાહરા જેલના મુખ્ય અધિક્ષક દ્વારા મોકલવામાં આવેલા તેમના પત્રમાં, રાન્યાએ દાવો કર્યો હતો કે તેમને પ્લેનની અંદર ધરપકડ કરવામાં આવી હતી અને DRI દ્વારા તેમને ખુલાસો કરવાની તક આપ્યા વિના અટકાયતમાં લેવામાં આવ્યો હતો. રાન્યાએ કહ્યું, “જ્યારથી મારી અટકાયત કરવામાં આવી હતી ત્યારથી લઈને મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યાં સુધી, મારા પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો; જે અધિકારીઓને હું ઓળખી શકું છું, તેઓએ મને 1015 વાર થપ્પડ મારી હતી. વારંવાર માર મારવા છતાં, મેં તેમના દ્વારા તૈયાર કરેલા નિવેદનો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો.”

આ પહેલાં પણ જ્યારે રન્યાને આર્થિક ગુનાની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તો કોર્ટે રન્યાને અનેક સવાલ પૂછ્યા હતાં. કોર્ટે એક્ટ્રેસને પૂછ્યું હતું કે, તમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો? ત્યારે એક્ટ્રેસ કોર્ટમાં રડી પડી અને તેણે ડીઆરઆઈ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ કોર્ટે રન્યાને પૂછ્યું કે, શું તમને મેડિકલ સારવાર મળી હતી? આ સવાલના જવાબમાં એક્ટ્રેસે ધ્રુજતા અવાજમાં દાવો કર્યો કે, તેને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field