Home દેશ - NATIONAL કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમ કોન્ટ્રાક્ટર્સને સરકારી ટેન્ડરમાં 4 ટકા અનામત આપવાનો નિર્ણય...

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમ કોન્ટ્રાક્ટર્સને સરકારી ટેન્ડરમાં 4 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો

27
0

(જી.એન.એસ) તા. 15

બેંગલુરુ,

કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની આગેવાણીવાળી કોંગ્રેસ સરકાર દ્વારા કર્ણાટક પબ્લિક પ્રોક્યોરમેન્ટ એક્ટ, 1999 માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. ટેન્ડરની મહત્તમ સીમા 2 કરોડ રૂપિયા આપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બદલાવનું બિલ વિધાનસભામાં આ બજેટ સત્રમાં જ લાવવામાં આવશે. વિધાનસભામાંથી પસાર થયા બાદ કર્ણાટકના સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને 4 ટકા અનામત આપવાનો રસ્તો સાફ થઈ જશે.

જો કે, આ પહેલાં 7 માર્ચે કર્ણાટક સરકારનું બજેટ રજૂકરતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પુષ્ટિ કરી હતી કે, સાર્વજનિક નિર્માણ કાર્યોના કોન્ટ્રાક્ટમાં ચાર ટકા હવે મુસ્લિમો માટે શ્રેણી-II બી હેઠળ અનામત રાખવામાં આવશે. 

કર્ણાટકની કોંગ્રેસ સરકારના આ નિર્ણય બાદ ભાજપ દ્વારા આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કર્ણાટક કેબિનેટના આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દરેક સ્તર પર તુષ્ટિકરણના રાજકારણને અપનાવ્યું છે. જે લોકો બંધારણની વાત કરે છે, તે આંબેડકરની વિરૂદ્ધ જઈને ધર્મના આધારે આરક્ષણ આપી રહ્યાં છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે, સક્ષમ કોન્ટ્રાક્ટર પૂલ બનાવશે પરંતુ, હવે લોકોને એવું જોવું પડશે કે, આ પૂલ કયાં ધર્મના વ્યક્તિએ બનાવ્યો છે. આ કોંગ્રેસની મુસ્લિમ લીગ-જિન્ના માનસિકતા દર્શાવે છે. હવે શું કોન્ટ્રાક્ટ પણ ધર્મના આધારે આપવામાં આવશે?  

આ મામલે ભાજપ નેતા રવિશંકરે કહ્યું કે, કોંગ્રેસની કર્ણાટક સરકારે પોતાના બજેટમાં સાર્વજનિક રૂપે જાહેરાત કરી કે, સરકારી ટેન્ડરોમાં 4 ટકા મુસ્લિમોની અનામત હશે. અત્યાર સુધી આપણે નોકરીઓમાં અનામત વિશે સાંભળ્યું છે, હવે તે મુસ્લિમો માટે સરકારી ટેન્ડર અનામત કરી રહ્યાં છે. આ તુષ્ટીકરણની પરાકાષ્ઠા છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field