(જી.એન.એસ) તા. 7
હરિયાણા,
હરિયાણાના મોરની નજીકના બલદવાલા ગામમાં વાયુસેનનું એક ફાઈટર જેટ ક્રેશ થયું હતું, આ ફાઈટર પ્લેન વસ્તીવાળા વિસ્તારમાં જ ક્રેશ થઈ ચૂક્યું હતું. પરંતુ પાયલોટે સમય સૂચકતા અને પોતાની હોશિયારીથી પ્લેનને વસ્તીથી દૂર લઈ ગયો હતો. જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ મામલે સેનાએ વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ફાઈટર જેટનો પાયલોટ દુર્ઘટના બનતાં તુરંત જ પેરાશૂટની મદદથી સુરક્ષિત લેન્ડ થયો હતો. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં તપાસ માટે નિષ્ણાતોની ટીમને પણ નિરીક્ષણ કરવા ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.
આ વિમાનની દુર્ઘટના એટલી ભયાવહ હતી, તેનો અંદાજ વિમાનની હાલત જોઈને જ લગાવી શકાય છે. જેટ ક્રેશ થતાં જ ચારેબાજુ તેના નાના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા. જેગુઆર ફાઈટર જેટ નિયમિત ધોરણે ટ્રેનિંગના ભાગરૂપે ઉડાન ભરે છે. તે દરમિયાન આજે અંબાલામાં ટેક્નિકલ ખામી સર્જાતા દુર્ઘટના બની હતી. પાયલોટ વિમાનમાંથી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ થયો હતો. પાયલોટે સુરક્ષિત બહાર નીકળતાં પહેલાં જ જેટને વસ્તીથી દૂર લઈ જવામાં સફળ રહ્યો હતો.
આ અકસ્માત બાદ વાયુ સેનાએ આ અંગે સોશિયલ મીડિયા X પર માહિતી આપી હતી. તેના પર જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાનું એક જેગુઆર જેટ ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયુ હતું. આ ઘટના પાછળનું સત્ય જાળવા માટે વાયુ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. તેમજ સ્પેશિયલ ટીમને નિરિક્ષણ કરવા પણ મોકલી છે. આ તપાસ પાછળનો ઉદ્દેશ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન ઘટે તે છે. આ પરિસ્થિતિમાં અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.