Home ગુજરાત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦) હેઠળ રાજ્યના ર.૯ર લાખ હેકટર વિસ્તારમાં રૂા.૬૮૭.૮૦ કરોડના...

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦) હેઠળ રાજ્યના ર.૯ર લાખ હેકટર વિસ્તારમાં રૂા.૬૮૭.૮૦ કરોડના ૫૧ પ્રોજેક્ટ હાથ ધરાયા: ગ્રામવિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિ

1
0

જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ડબલ્યુડીસી ૨.૦) અંતર્ગત રૂ. ૬.૩૭ કરોડથી વધુના ખર્ચે જળસંગ્રહનાં કામો કરાયાં: રાજ્યમંત્રીશ્રી

(જી.એન.એસ.) તા.5

રાજ્યમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની વિગતો આપતાં ગ્રામવિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦) હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨થી રાજ્યના ર.૯ર લાખ હેકટર વિસ્તારમાં રૂા.૬૮૭.૮૦ કરોડના ૫૧ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ડબલ્યુડીસી ૨.૦) અંતર્ગત રૂ. ૬.૩૭ કરોડથી વધુના ખર્ચે જળસંગ્રહનાં કામો કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં વોટરશેડ કાર્યક્રમની વિગતો આપતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ ૧૯૯૫-૯૬માં આ કાર્યક્રમ શરૂ ક૨વામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૩-૦૪થી આ યોજનાને ‘હરિયાળી’ યોજના તરીકે નામકરણ કરી, તેના અમલીકરણની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ બંને તબક્કાની કામગીરીનું આંકલન કરવા માટે શ્રી એસ. પાર્થસારથીના વડપણ હેઠળ રચવામાં આવેલી ટેકનિકલ કમિટીની ભલામણ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા વોટરશેડ કાર્યક્રમને સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ (ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ) તરીકે જાહેર કરવામાં આવી હતી.

જે અંતર્ગત વર્ષ ૨૦૦૯-૧૦થી વર્ષ ૨૦૧૪-૧૫ના છ વર્ષના ગાળામાં મંજૂર કરવામાં આવેલા ૬૧૦ પ્રોજેક્ટમાં કુલ રૂ. ૪૦૨૨.૧૮ કરોડના ખર્ચે ૩૧.૦૩ લાખ હેક્ટર વિસ્તાર અને ૪૭૪૬ ગામોને આવરી લેવામાં આવ્યાં છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ર૦૧૫-૧૬થી સંકલિત જળસ્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ ડેવલોપમેન્ટ કોમ્‍પોનન્‍ટ) તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ર૦ર૧-રરથી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના(ડબલ્યુડીસી-ર.૦)  હેઠળ ગુજરાત રાજ્ય માટે ર.૯ર લાખ હેકટર વિસ્તારના કુલ રૂા.૬૮૭.૮૦ કરોડના ૫૧ પ્રોજેક્ટ પાંચ વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

છેલ્લાં બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (ડબલ્યુડીસી ૨.૦) અંતર્ગત જળસંગ્રહ માટે હાથ ધરવામાં આવેલાં કામોની વિગત આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ જુનાગઢ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં આ યોજના અંતર્ગત કુલ રૂ. ૬,૩૭,૩૬,૯૯૪ના ખર્ચે કોઝવે વિથ સી ચેનલ, ચેકડેમ, પરકોલેશન ટેન્ક, પરકોલેશન વેલ, તળાવ, તળાવના કાઢીયા, બોરવેલ રિચાર્જ ફિલ્ટર સાથે, નદી ઊંડી ઉતારવા સહિતનાં કામો કરવામાં આવ્યાં છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field