Home દેશ - NATIONAL મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી, અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ પોતાના...

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી, અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

14
0

(જી.એન.એસ) તા. 4

મુંબઈ,

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે, રાજ્ય સરકારમાં મંત્રી અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધનંજય મુંડેના પીએ પ્રશાંત જોશી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા અને મુંડેનું રાજીનામું તેમને સોંપ્યું છે. ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. મેં તેને સ્વીકારી લીધું છે અને રાજ્યપાલને મોકલી દીધું છે.

આ મામલે એક દિવસ અગાઉ મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના નિવાસસ્થાન દેવગીરી ખાતે એનસીપીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનંજય મુંડે પણ હાજર હતા. આ સમય દરમિયાન એવું નક્કી થયું કે મુંડે હવે મંત્રી પદ પરથી રાજીનામું આપશે.

અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ધનંજય મુંડે ના નજીકના સાથી વાલ્મિક કરાડ અને તેમના છ સાથીઓની મહારાષ્ટ્ર પોલીસે આ વર્ષે જાન્યુઆરીમાં MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ, 1999) હેઠળ ધરપકડ કરી હતી.

બીડના સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસમાં તેમનું નામ જોડાયા બાદ સરકાર પર તેમનું રાજીનામું લેવાનું દબાણ સતત વધી રહ્યું હતું. ધનંજય મુંડે બીમારી હોવાને કારણે તેમના પીએ પ્રશાંત જોશીએ મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધું.

SIT દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલ ચાર્જશીટ મુજબ, બીડ સરપંચ સંતોષ દેશમુખની હત્યા પાછળ વાલ્મિકી કરાડ મુખ્ય સૂત્રધાર હતો. કરાડે બીડ સ્થિત રિન્યુએબલ એનર્જી કંપની, અવાડાના જમીન સંપાદન અધિકારી પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જ્યારે બીડના સરપંચ સંતોષ દેશમુખે કરાડ અને તેમના સાથીઓને કંપની પાસેથી પૈસા ઉઘરાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે તેમની હત્યાનું કાવતરું ઘડ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field