Home ગુજરાત ચાલકની ગફલતથી આધેડ ડમ્પર નીચે આવી જતા કચડાયા, અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે...

ચાલકની ગફલતથી આધેડ ડમ્પર નીચે આવી જતા કચડાયા, અકસ્માતમાં આધેડનું ઘટના સ્થળે જ મોત

16
0

(જી.એન.એસ) તા.2

વડોદરા ગ્રામ્યમાં આવતા ઉદલપુર ગામની સીમમાં એકતા મેટલ ક્વોરી આવેલી છે. ક્વોરીમાં ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને કપચીનું વજન કરાવતો હતો.તે દરમિયાન તેના વાહનમાં ભરેલી કપચી ઓછી હોવાથી તેણે વધુ કપચી ભરવા માટે પોતાનું ડમ્પર વજનકાંટા પરથી પુર ઝડપે રિવર્સમાં લીધું હતું. રીવર્સ લેતા સમયે તેણે પાછળ કોઇ છે કે નઈ તે વાત ની તેને જાણ નહોતી.

તે દરમિયાન ચાલકની ગફલતથી સ્થળ પરથી પસાર થતા યામીન અબ્દુલરહીમ ધંત્યા ને ડમ્પરે અડફેટે લીધા હતા અને તેઓના પર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા.અકસ્માત કરનાર ડમ્પરનો ચાલક સ્થળ પર જ પોતાનું વાહન મુકીને નાસી છુટ્યો હતો. 

મૃતકના પરિજનો અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર ડમ્પરના નંબરના આધારે અજાણ્યા ચાલક સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field