Home દેશ - NATIONAL બિહારમાં ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણ; નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ

બિહારમાં ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણ; નીતિશ કેબિનેટમાં સાત નવા મંત્રીએ લીધા શપથ

25
0

(જી.એન.એસ) તા. 26

પટના,

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને દ્વારા બિહાર સરકારના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. એક પછી એક, ભાજપના 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપે નીતિશ કુમારની માગનો સ્વીકાર કર્યો હતો. તેમજ બજેટ 2025માં પણ બિહાર માટે દિલ ખોલીને લ્હાણી કરી હતી. ભાજપે નિતિશને મોટા ભાઈ તરીકેનું સન્માન આપતાં નીતિશે પણ મોટું દિલ રાખતાં વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં જ કેબિનેટ વિસ્તરણની જાહેરાત કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્યોને સ્થાન આપ્યું.

રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વારાફરતી તમામ મંત્રીઓને મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તથા વિજયકુમાર સિંહા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના ધારાસભ્ય સંજય સરાવગી પણ મંત્રી બન્યા.

જીવેશ મિશ્રાએ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ અગાઉ નીતિશ કેબિનેટના સભ્ય પણ રહી ચૂક્યા છે. દરભંગાની જાલે બેઠકના ધારાસભ્ય જીવેશ કુમારે મૈથિલીમાં શપથ લીધા. જીવેશ મિશ્રા નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2022 સુધી શ્રમ મંત્રી હતા. તેઓ ભૂમિહાર સમુદાયના છે.

કૃષ્ણ કુમાર મન્ટુએ મંત્રી તરીકે શપથ લીધા, તેઓ 2015 માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ૨૦૨૦ માં ફરી ચૂંટણી જીતી. તેમણે પોતાની રાજકીય કારકિર્દી મુખિયા તરીકે શરૂ કરી હતી. તેઓ સારણના અમનૌરથી ભાજપના ધારાસભ્ય છે. તે કુર્મી સમુદાયમાંથી આવે છે.

ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા. રાજુ કુમારે લોક જનશક્તિ પાર્ટીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતા. 2022ની ચૂંટણી VIP ટિકિટ પર લડી અને જીતી અને થોડા સમય પછી અન્ય 2 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા. તેઓ સાહેબગંજના ભાજપના ધારાસભ્ય છે. તેઓ રાજપૂત સમુદાયમાંથી આવે છે.

સુનિલ કુમારે મંત્રી પદના શપથ લીધા. તેઓ જૂન 2013 માં ભાજપમાં જોડાયા હતા. સુનીલ કુમાર વ્યવસાયે ડૉક્ટર છે, તેમણે ત્રણ ફિલ્મો પણ બનાવી છે. તેઓ 2005 અને 2010માં JDUના ધારાસભ્ય હતા. હાલમાં તેઓ બિહારશરીફથી ભાજપના ધારાસભ્ય છે. સુનિલ કુમાર કુશવાહા સમુદાયના છે.

ભાજપના ધારાસભ્ય વિજય કુમાર મંડલે મંત્રી પદના શપથ લીધા. તેમણે 1995માં ભારતીય પ્રગતિશીલ પાર્ટી તરફથી ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે 2015 અને 2020 માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી. તેઓ સિકાટી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.

ભાજપના ધારાસભ્ય મોતીલાલ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા છે. તે તેલી સમુદાયમાંથી આવે છે. તેઓ બે વાર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field