(જી.એન.એસ) તા. 26
અમદાવાદ,
આજે (27 ફેબ્રુઆરી, 2025) ને ગુરુવારથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે.
આજથી રાજ્યમાં ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10 અને 12ના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ 1-2ના 55 અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. 10માં 54616 વિદ્યાર્થીઓ છે અને 7 ઝોનમાં 33 કેન્દ્રોમાં 185 બિલ્ડીંગોના 1842 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.12 સા.પ્ર.માં 29726 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં 26 કેન્દ્રોમાં 100 બિલ્ડીંગોમાં 937 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 7853 વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં 10 કેન્દ્રોમાં 37 બિલ્ડીંગોના 403 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે કુલ 69 કેન્દ્રોમાં 92726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે 70 કેન્દ્રોમાં 101352 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આમ શહેરમાં 8626 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ધો 10માં 46020 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં 36 કેન્દ્રોમાં 146 બિલ્ડીંગોમાં 1534 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 21840 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝનોમાં 31 કેન્દ્રોમાં 71 બિલ્ડીંગોમાં 728 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
જ્યારે ધો.12 સાયન્સમાં 5400 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં 28 બિલ્ડીંગોમાં 270 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં આ વર્ષે કુલ 67 કેન્દ્રોમાં 245 બિલ્ડીંગોમાં 73260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે 67 કેન્દ્રોમાં 261 બિલ્ડીંગોમાં 77830 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં 4570 વિદ્યાર્થીઓ ઘટ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.