(જી.એન.એસ) તા. 25
મુંબઈ,
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા ગત્ત 13 ફેબ્રુઆરીના રોજ મુંબઇ ખાતે ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવ્યો હતો અને એક પણ રૂપિયો કાઢવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યાર બાદ ગ્રાહકોમાં ખૂબ ચિંતાનો માહોલ ફેલાયો હતો.
હવે આરબીઆઇએ ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકના ગ્રાહકોને મોટી રાહત આપી છે અને પ્રતિબંધમાં ઢીલ વર્તતા જમા ખતામાંથી 25 હજાર રૂપિયા સુધી કાઢવા માટેની પરવાનગી આપી છે. ગ્રાહક 27 ફેબ્રુઆરીથી પોતાના ખાતાથી આ રોકડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 122 કરોડ રૂપિયા ગોટાળા જાહેર થયા બાદ રિઝર્વ બેંકે કડકાઇ વર્તતા બેંક પર એક્શન લીધી હતી.
મહત્વનું છે કે, આરબીઆઇ દ્વારા ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંક પર લગાવાયેલા પ્રતિબંધોમાં અપાયેલી આ ઢીલના કારણે બેંક અડધાથી વધારે થાપણદારોને રાહત મળશે અને રિપોર્ટ અનુસાર ન્યૂ ઇન્ડિયા કો ઓપરેટિવ બેંકના 50 ટકાથી વધારે ગ્રાહક પોતાની લગભગ 100 ટકા જમા રકમ નિકળી શકશે. પ્રતિબંધ લગાવાયા બાદ તેની બ્રાંચોની બહાર પરેશાન ગ્રાહકોનો જમાવડો જોવા મળી રહ્યો હતો, જેના માટે સોમવારે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.