Home દુનિયા - WORLD નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં,...

નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે

21
0

અમેરિકાએ H1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા

(જી.એન.એસ) તા. 19

વોશિંગ્ટન,

અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન જોનારા ભારતીયો માટે H-1B  વિઝા સૌથી પસંદગીનો વિઝા છે. ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક નિયમો બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાએ H1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે. એટલે કે, ઉમેદવાર અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જોઈએ.

આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે સામાન્ય રીતે અમેરિકામાં કામ કરવા જતા લોકોને આપવામાં આવે છે. જેમની પાસે H-1B વિઝા છે તેઓ તેમની પત્ની અને બાળકોને પણ પોતાની સાથે રાખી શકે છે. જો કોઈનો H-1B વિઝા સમાપ્ત થાય છે, તો તે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે. જોકે તેનો સમયગાળો ત્રણ વર્ષનો છે, તેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. અમેરિકા દર વર્ષે ટેક્નિકલ કર્મચારીઓ માટે આશરે 65 હજાર H-1B વિઝા જાહેર કરે છે. આ હેઠળ ભારત સહિતના અન્ય દેશના લોકો કામ માટે અમેરિકા જાય છે. અત્યાર સુધીમાં H-1B વિઝા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માન્ય ન હતી. પરંતુ હવે તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, પહેલા જો તમારી પાસે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય, તો તમને તેનાથી સંબંધિત કોઈપણ નોકરી માટે H-1B વિઝા માટે લાયક ગણવામાં આવતા હતા, પરંતુ હવે અરજદારોને તેમની ટેક્નિકલ કુશળતા વિશે પણ પૂછવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field