બંને દેશોએ સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા, બહુપક્ષીય જોડાણ અને ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારશે
(જી.એન.એસ) તા. 19
કુઆલાલમ્પુર
મલેશિયા-ઇન્ડિયા ડિફેન્સ કોઓપરેશન કમિટી (MIDCOM)ની 13મી બેઠક 19 ફેબ્રુઆરી, 2025ના રોજ કુઆલામ્લપુરમાં યોજાઇ હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહ અને મલેશિયાના સંરક્ષણ મંત્રાલયના મહાસચિવ શ્રી લોકમાન હકીમ બિન અલીએ કરી હતી. બંને પક્ષોએ તાજેતરનાં વર્ષોમાં બંને સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત જોડાણ સાથે વધતા દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર પર ખુશી વ્યક્ત કરી હતી.
બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સંલગ્નતાઓ અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને વધુ વિસ્તૃત કરવા માટે અસરકારક અને વ્યવહારિક પહેલો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. બંને અધ્યક્ષોએ સાયબર સિક્યુરિટી અને એઆઈ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહકાર વધારવા માટેના પગલાઓની ઓળખ કરી. તેમણે વર્તમાન સહયોગ, ખાસ કરીને સંરક્ષણ ઉદ્યોગ, દરિયાઈ સુરક્ષા અને બહુપક્ષીય જોડાણોમાં વધુ મજબૂત બનાવવાના માર્ગોની ઓળખ કરી હતી. તેઓ બિન-પરંપરાગત દરિયાઇ સુરક્ષાના જોખમોને પહોંચી વળવા સંયુક્ત ધ્યાન કેન્દ્રિત જૂથની રચના કરવા સંમત થયા હતા.
બંને પક્ષોએ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનાં સંરક્ષણ આધારસ્તંભ હેઠળ નવી પહેલોનો સંપૂર્ણ અમલ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, જેની કલ્પના ઓગસ્ટ, 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમનાં મલેશિયાનાં સમકક્ષ દાતો સેરી અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
ભારત અને મલેશિયાએ સ્ટ્રેટેજિક અફેર્સ વર્કિંગ ગ્રુપની સ્થાપના પર અંતિમ ટર્મ્સ ઑફ રેફરન્સ (ToR)નું આદાન-પ્રદાન પણ કર્યું હતું. આ ફોરમ દ્વિપક્ષીય સંરક્ષણ સહકારનાં તમામ પાસાંઓને આગળ વધારવા માટે MIDCOM અને બંને પેટા સમિતિઓ વચ્ચે મધ્યસ્થી સ્વરૂપે કામ કરશે.
બંને પક્ષોએ MIDCOMનાં પરિણામ સ્વરૂપે Su-30 ફોરમની સ્થાપના પર અંતિમ ToRનું આદાન-પ્રદાન પણ કર્યું હતું. Su-30 ફોરમ Su-30 જાળવણીમાં કુશળતા અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન-પ્રદાન કરવામાં બંને હવાઈ દળો વચ્ચે ગાઢ સહકારને સક્ષમ બનાવશે.
સંરક્ષણ સચિવે ભારતીય સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને મલેશિયાની કંપનીઓ અને સશસ્ત્ર દળો સાથે તેમની ક્ષમતા વધારવા અને આધુનિકીકરણમાં તેમની સાથે જોડાણ કરવાની સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આસિયાન અને આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક– પ્લસની અધ્યક્ષતા સંભાળવા બદલ મલેશિયાને અભિનંદન આપ્યા હતાં તથા આ વર્ષે એડીએમએમ પ્લસ અને આસિયાન ડિફેન્સનાં વરિષ્ઠ અધિકારીઓની બેઠકો યોજવા માટે મલેશિયાનાં સંરક્ષણ મંત્રાલયને શુભેચ્છા પાઠવી હતી.
ભારત આસિયાનની મધ્યસ્થતા અને એકતાને ટેકો આપે છે, જે ભારતનાં ઇન્ડો-પેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. સંરક્ષણ સચિવે મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ આસિયાનને પ્રોત્સાહન આપવા આસિયાનનાં અધ્યક્ષ તરીકેનાં મલેશિયાનાં પ્રયાસોને ભારતનાં સાથ-સહકારની પુનઃપુષ્ટિ કરી હતી, જે ઇન્ડો-પેસિફિક પ્રદેશની વિકસતી ગતિશીલતાને આકાર આપવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.
ભારત મલેશિયાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર માને છે, કારણ કે મલેશિયા વિદેશ નીતિનાં ત્રણ મુખ્ય દ્રષ્ટિકોણ એટલે કે એક્ટ ઇસ્ટ પોલિસી, સાગર (સુરક્ષા અને વિકાસ ફોર ઓલ ઇન ધ રિજન) અને ઇન્ડો-પેસિફિક ઓશન ઇનિશિયેટિવનાં સંગમસ્થાને આવેલું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.