Home દેશ - NATIONAL મહારાષ્ટ્રના રાયગઢમાં દેવાના દબાણ અને વસૂલાત એજન્ટોની ધમકીઓથી પરેશાન શિક્ષકે અટલ સેતુ...

મહારાષ્ટ્રના રાયગઢમાં દેવાના દબાણ અને વસૂલાત એજન્ટોની ધમકીઓથી પરેશાન શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

15
0

(જી.એન.એસ) તા. 17

રાયગઢ,

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં, દેવાના દબાણ અને વસૂલાત કરતાં એજન્ટોની ધમકીઓથી પરેશાન થઈ ને એક 50 વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ ઘટના બાદ મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, શિક્ષકે ગયા મહિને ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી હતી, જેના દ્વારા તે જૂની લોન ચૂકવવા માંગતો હતો, પરંતુ સમયસર રકમ ચૂકવી ન શકવાને કારણે, 12,000 રૂપિયાની બાકી રકમ તેમના પર બોજ બની ગઈ.

તેમજ પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી, રિકવરી એજન્ટો તેને સતત ફોન કરીને ધમકી આપી રહ્યા હતા, તેને જાહેરમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે તે ભારે માનસિક તણાવમાં હતો. આ અંગે એવો આરોપ છે કે લોન રિકવરી એજન્ટોએ શિક્ષકના મોર્ફ કરેલા ફોટા તેના પરિચિતો અને વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા, જેનાથી તે વધુ વ્યથિત થઈ ગયો હતો.

આ મામલે પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે શિક્ષક પોતાની કારમાં અટલ સેતુ પહોંચ્યા અને વાહનમાંથી નીચે ઉતર્યા પછી તે પુલ પરથી કૂદી પડ્યા. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થતાં પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. શનિવારે તેનો મૃતદેહ ન્હાવા ક્રીક નજીક મળી આવ્યો હતો, જે સ્થળથી લગભગ 12 કિલોમીટર દૂર હતો જ્યાં તેણે કૂદકો માર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field