22 માર્ચથી આઈપીએલ 2025 નો થશે શુભારંભ
(જી.એન.એસ) તા. 16
22 માર્ચ 2025 ને શનિવારથી આઈપીએલ 2025નો પ્રારંભ થશે અને તે જ દિવસે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેકેઆર અને આરસીબી વચ્ચે પહેલી મેચ યોજાશે. આઈપીએલની અત્યાર સુધી 17 મી સિઝન રમાઈ ચૂકી છે અને આ વર્ષે જાહેર થયેલો કાર્યક્રમ 18મી સિઝનનો છે. ગત સિઝનમાં ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને વિજેતાનું ટાઈટલ જીત્યું હતું.
આઈપીએલ 2025માં 10 ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતના 13 સ્થળોએ યોજાશે. બપોરના મેચો બપોરે 3.30 વાગ્યાથી રમાશે. જ્યારે સાંજના મેચો સાંજે 7.30વાગ્યે શરૂ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.