વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
(જી.એન.એસ) તા. 16
સમય રૈનાના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ માં અપશબ્દોનો ઉપયોગ કરનાર યુટ્યુબર રણવીર અલ્હાબાદીયા એક મોટી તકલીફમાં મુકાયા છે.
યુટ્યુબર રણવીરની ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી નો મુદ્દો એટલો મોટો થઈ ગયો કે રાજનેતાઓથી લઇને ધાર્મિક સંગઠનોએ પણ રણવીરનો વિરોધ કર્યો.આ મામલો સંસદ ભવન સુધી પહોંચી ગયો અને રણવીર સામે FIR પણ નોંધાઈ છે.
રણવીર અલ્હાબાદીયા પર નોંધ્યાયેલા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. રણવીર સાથે-સાથે કોમેડિયન સમય રૈના, યુટ્યુબર આશિષ ચંચલાની અને ઈનફ્લુએન્સર અપૂર્વા મખીજા સહિત ‘ઇન્ડિયા ગોટ લેટેન્ટ’ ની ટીમ પર પણ કેસ થયો છે. બધાને એક-એક કરીને મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરી, શુક્રવારે મુંબઈ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી રણવીર અલ્હાબાદિયાએ પોતાની સ્ટેટમેન્ટ રેકોર્ડ નથી કરાવી. તેની સાથે કોન્ટેક્ટ પણ નથી થઈ રહ્યો. યુટ્યુબરના મુંબઈના ઘર પર લોક મારેલું છે. યુટ્યુબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. અહીં સુધી તેમના વકીલ સાથે પણ વાત નથી થઈ રહી.
પોતાની અભદ્ર ટિપ્પણી બાદ ઊભી થયેલ મુશ્કેલી બાદ રણવીરના ગાયબ થવાની વાત પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. એવામાં હવે યુટ્યુબર રણવીરે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) પર પોસ્ટ શેયર કરી છે. જેમાં તેને લખ્યું, ‘મારી ટીમ અને હું પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ. હું પ્રોસેસને ફોલો કરીશ અને હજુ એજન્સી માટે ઉપલબ્ધ રહીશ. માતા પિતા વિશે મારી ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અયોગ્ય હતી. સુધરવું એ મારી નૈતિક જવાબદારી છે અને મને ખરેખર દુઃખ છે.’
વધુમાં તેને કહ્યું હતું કે, કેવી રીતે લોકો તેને અને તેના પરિવારને પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તે ભયભીત થયો છે. રણવીરે આગળ લખ્યું, ‘હું લોકો પાસેથી જાનથી મારી નાખવાની ધમકી આવતી જોઈ રહ્યો છું, જ્યાં તેઓ કહી રહ્યા છે કે તેઓ મને મારવા ઈચ્છે છે અને મારા પરિવારને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે. લોકો દર્દી બનવાનું નાટક કરીને મારી માતાના ક્લિનિકમાં ઘૂસી આવ્યા હતા. હું તો ભયભીત છું પરંતુ હું ભાગી નથી રહ્યો. મને પોલીસ અને ભારતની ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.