(જી.એન.એસ) તા. 12
વોશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તાજેતરના નિર્ણયમાં કહ્યું હતું કે તેઓ પૂર્વ પ્રમુખ બિડેનના નિર્ણયને ખતમ કરશે જેમાં પ્લાસ્ટિકની જગ્યાએ પેપર સ્ટ્રોનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું…’બેક ટુ પ્લાસ્ટિક’. જ્યાં એક તરફ ટ્રમ્પના આ નિર્ણયની ટીકા થઈ રહી છે તો બીજી તરફ ઘણા લોકો તેના સમર્થનમાં છે. પોતાના નિર્ણયને લઈને ઈલોન મસ્કે ટ્રમ્પને અત્યાર સુધીના સૌથી મહાન રાષ્ટ્રપતિ ગણાવ્યા છે.
આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ફેડરલ સ્તરે પેપર સ્ટ્રોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે કારણ કે તે ‘ટકાઉ’ નથી. તેમણે કહ્યું કે તેના બદલે પ્લાસ્ટિકના સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રમ્પે ફેડરલ પ્રોક્યોરમેન્ટ પોલિસીને ઉથલાવી દેવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કાગળના સ્ટ્રો ખરીદવાને પ્રોત્સાહન આપતી નીતિ ઉલટાવી દીધી છે અને પ્લાસ્ટિકના સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે. ઓર્ડરમાં ફેડરલ એજન્સીઓને પેપર સ્ટ્રો ખરીદવાનું બંધ કરવા જણાવાયું છે. ‘
રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ આદેશ બાદ હવે સરકારી એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેમની ઓફિસની અંદર કાગળના સ્ટ્રો ન આપવામાં આવે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ લાંબા સમયથી કાગળના બનેલા સ્ટ્રોની વિરુદ્ધ બોલી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન ટ્રમ્પ બ્રાન્ડના પુનઃઉપયોગ કરી શકાય તેવા પ્લાસ્ટિક સ્ટ્રો વેચવામાં આવ્યા હતા. ટ્રમ્પે એક આદેશ દ્વારા, જો બિડેન વહીવટીતંત્ર દ્વારા 2027 સુધીમાં સરકારી સેવાઓ, કાર્યક્રમો અને પેકેજિંગમાંથી સ્ટ્રો જેવા સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર દૂર કરવાના અને 2035 સુધીમાં તેને તમામ સરકારી કામગીરીમાંથી દૂર કરવાના નિર્ણયને ઉલટાવી દીધો.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેને ગયા વર્ષે પ્લાસ્ટિકનો ઉપયોગ ધીમે ધીમે નાબૂદ કરવાની યોજના શરૂ કરી હતી. બિડેને પ્લાસ્ટિક પ્રદૂષણને ‘કટોકટી’ ગણાવી હતી. બિડેનનો ધ્યેય 2027 સુધીમાં અમેરિકામાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો હતો અને તેને કાગળના સ્ટ્રો સાથે બદલવાનો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.