(જી.એન.એસ) તા. 10
નવી દિલ્હી,
ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) ના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેનની તબીયત બગડ્યા બાદ તેમને ખાસ વિમાનથી દિલ્હીની મેદાંતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર શિબૂ સોરેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. સીએમ હેમંત સોરેન પણ પોતાના પિતાની સાથે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા.
શ્વાસ લેવામાં તકલીફના કારણે થોડા વર્ષો પહેલા શિબુ સોરેનને મેદાંતા રાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિબુ સોરેનને ગુરૂજીના નામથી પણ ઓળખવામાં આવે છે.
શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચાના અધ્યક્ષ છે. યુપીએના પહેલા કાર્યકાળમાં તેઓ કોલસા મંત્રી પણ બન્યા હતા જો કે ચિરુહીડ હત્યાકાંડમાં તેમનું નામ આવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. પિતા શોભરામ સોરેનની હત્યા બાદ શિબુ સોરેને રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.
શિબુ સોરેન સૌપ્રથમ વખત સાલ 1977 માં લોકસભાની ચૂંટણી લડી હતી. જો કે તે સમયે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ સાલ 1980 માં તેમને સફળતા મળી હતી. તે પછી 1986, 1989, 1991 અને 1996 માં પણ તેઓ ચૂંટણી જીત્યા હતા. 2004 માં તેઓ દુમકાથી લોકસભા માટે ચૂંટાયા હતા. શિબુ સોરેન ઝારખંડના સીએમ પણ રહ્યા છે. હાલ તેમના પુત્ર હેમંત સોરન ઝારખંડના મુખ્યમંત્રી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.