Home અન્ય રાજ્ય હરિયાણા સરકાર પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવવા બદલ અરવિંદ કેજરીવાલ...

હરિયાણા સરકાર પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવવા બદલ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ 

10
0

(જી.એન.એસ) તા. 5

નવી દિલ્હી/હરિયાણા,

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાજ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હરિયાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, આ કેસ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ‘યમુનાના પાણીને ઝેરી બનાવવા’ના તેમના નિવેદનને લઈને દાખલ કરવામાં આવ્યો છે.

હરિયાણાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જગમોહન મનચંદા નામના વ્યક્તિએ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જગમોહન મનચંદાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમના નિવેદનને પક્ષપાતી રાજકારણ ગણાવ્યું હતું, ત્યારબાદ કેજરીવાલ વિરુદ્ધ BNS ની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલા વિષે વાત કરીએ તો, 27 જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, ‘લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ નથી.’ ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ઝેર ભેળવી રહ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું, ‘આ પ્રદૂષિત પાણી એટલું ઝેરી છે કે તેને દિલ્હીમાં હાજર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ટ્રીટ કરી શકાતું નથી.’ ભાજપ દિલ્હીના રહેવાસીઓની સામૂહિક હત્યા કરવા માંગે છે. પણ અમે આવું નહીં થવા દઈએ.

જો કે, આ નિવેદન પછી, ચૂંટણી પંચે તેમને પ્રશ્નો પૂછ્યા હતા અને જવાબો માંગ્યા હતા. જે બાદ કેજરીવાલે તેને જાહેર હિતમાં કરવામાં આવેલી ટિપ્પણી ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચની નોટિસનો 14 પાનાનો જવાબ પણ આપ્યો હતો. આપના રાષ્ટ્રીય કન્વીનરે જણાવ્યું હતું કે આ ટિપ્પણી દિલ્હીમાં પીવાના પાણીની બગડતી ગુણવત્તા સાથે સંબંધિત તાત્કાલિક અને ચિંતાજનક જાહેર આરોગ્ય સંકટના સંદર્ભમાં કરવામાં આવી હતી. કેજરીવાલે કહ્યું કે દિલ્હી હરિયાણાથી આવતા કાચા પાણીના પુરવઠા પર નિર્ભર છે. તેમણે કહ્યું કે પાણીની નબળી ગુણવત્તા અંગેના નિવેદનો હરિયાણાથી મળતા કાચા પાણીમાં દૂષણ અને ગંભીર ઝેરીતા પર પ્રકાશ પાડવા માટે આપવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field