Home મધ્ય ગુજરાત અમદાવાદ પનીરના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

પનીરના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

8
0

અમદાવાદ ખાતેની પેઢીમાંથી આશરે 1500 કિ.ગ્રા.નું ભેળસેળયુક્ત પનીર અને તેને બનાવવા માટેના પદાર્થનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

(જી.એન.એસ) તા.4

અમદાવાદ,

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરુદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુ.મથક, ગાંધીનગરની સ્ક્વોડને મળેલ ખાનગી બાતમીને આધારે તા: ૦૪-૦૨-૨૦૨૫ નાં રોજ મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, ૩૨૨૨, આદર્શ સ્કૂલની બાજુમાં, કુબેરનગર જિ. અમદાવાદ ખાતે શંકાસ્પદ અને ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થાય છે, તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

મે. શ્રી દ્વારકેશ ડેરી પ્રોડકટ્સ, અમદાવાદ ખાતે તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પેઢી 10723026000784 નંબરથી લાઇસન્સ ધરાવતા હતા અને સ્થળ પરથી પનીરની સાથે પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટિક એસિડ મળી આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા પેઢીના જવાબદાર શ્રી જીગ્નેશ બુધાભાઈ બારોટ પાસેથી, એક સ્વતંત્ર પુરાવા રૂપે પનીરનો ૦૧, પામોલીન ઓઈલનો ૦૧ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસીટીક એસીડ ગ્લેસીયલ (૯૯.૮૫%)નો ૦૧ એમ કુલ – ૦૩ (ત્રણ) નમૂના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો 1500 કિગ્રા જથ્થો જાહેર જનતા સુધી ન પહોંચે તે માટે થઈને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા છે.

આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા થનાર ઉપરોકત રેડથી ભેળસેળયુકત પનીર બનાવી જાહેર જનતાને પનીર તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે અને ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દૃષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવું ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કમિશનરશ્રીની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field