Home દેશ - NATIONAL મહારાષ્ટ્રમાં GBSના કેસમાં વધારો; કુલ સંખ્યા 163 થઈ છે જેમાંથી કન્ફર્મ કેસની સંખ્યા...

મહારાષ્ટ્રમાં GBSના કેસમાં વધારો; કુલ સંખ્યા 163 થઈ છે જેમાંથી કન્ફર્મ કેસની સંખ્યા 127 થઈ

12
0

(જી.એન.એસ) તા. 4

પુણે,

મહારાષ્ટ્રમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમ- GBSના કેસમાં ફરી એકવાર જોવા મળ્યો હતો જેમાં પૂણેમાં GBSના પાંચ નવા કેસ ઉમેરાતા હવે કેસની કુલ સંખ્યા 163 થઈ છે જેમાંથી કન્ફર્મ કેસની સંખ્યા 127 થઈ ગઈ છે.

GBSના કેસ મામલે અધિકારીઓના જણાવ્યા મુજબ 163 સંદિગ્ધ કેસમાંથી 32 કેસ પૂણે શહેરથી, 86 કેસ પૂણે નગર નિગમ સીમા સાથે જોડાયેલા ગામમાંથી, 18 પીંપરી ચીંચવડથી અને 19 કેસ પૂણેના અન્ય ગ્રામીણ વિસ્તારમાંથી અને 8 અન્ય જિલ્લાઓમાંથી છે. આ 163 દર્દીઓમાંથી 47 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે 47 હજુ પણ ICU માં છે. 21 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ વચ્ચે પૂણે શહેરના અલગ-અલગ હિસ્સાઓમાંથી 168 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને કેમિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ્સમાં આવ્યું છે કે 8 જગ્યાઓ પર પાણીના સ્ત્રોતમાં ઝેરી પદાર્થો હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field