Home ગુજરાત સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદા બાબતે ચુસ્તપણે કાર્યવાહી કરશે

સુરત પોલીસ આગામી 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદા બાબતે ચુસ્તપણે કાર્યવાહી કરશે

11
0

(જી.એન.એસ) તા. 3

સુરત,

દ્વિ ચક્રીય વાહન ચાલકો અને તેમની પાછળ બેઠેલા લોકો પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું ચુસ્ત પાલન કરે તે માટે 15 ફેબ્રુઆરીથી સુરત પોલીસની 40 જેટલી ટીમો મેદાને ઉતરવાની છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન સહિતની વ્યવસ્થાઓનો ઉપયોગ કરી હેલ્મેટના કાયદાનું ભંગ કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી સુરત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે. આ સિવાય શહેરની શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ પણ ફરજિયાત પણે હેલ્મેટ પહેરી કાયદાનું પાલન કરે તે માટે સુરત પોલીસ દ્વારા શાળા કોલેજો જોડે પણ સંકલન કરવામાં આવ્યું છે.

હાઇકોર્ટ અને રાજ્ય સરકારના આદેશના પગલે સુરત પોલીસ આગામી ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરવા જઈ રહી છે. 14 ફેબ્રુઆરી સુધી સુરત પોલીસ હજી પણ વાહનચાલકોને ફરજિયાત પણે હેલ્મેટ પહેરે તે માટેની સમજણ આપવાની છે. જોકે 15 ફેબ્રુઆરી થી લોકો ફરજિયાત ટુ વ્હીલ વાહન ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરે તો આવા વાહનચાલકોએ દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. એટલું જ નહીં પરંતુ વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરવા માટે ની જોગવાઈ કરવામાં આવી છે.

આ અંગે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત રીતે પાલન શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાવવામાં આવશે. 14 ફેબ્રુઆરી સુધી પોલીસ વાહન ચાલકોને હજી સુધી હેલ્મેટ પહેરવા માટેની સમજણ આપશે. પરંતુ 15 ફેબ્રુઆરીથી જ હેલ્મેટના ચુસ્ત કાયદાની અમલવારી શરૂ થઈ જશે. સુરત પોલીસ દ્વારા હમણાં 45 દિવસ સુધી હેલ્મેટ અંગેનું કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદ પોલીસ હેલ્મેટના કાયદાનું વાહન ચાલકો ચુસ્ત રીતે પાલન કરે તે માટેની કાર્યવાહી સુરત પોલીસ તરફથી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field