Home દુનિયા - WORLD વ્હોટ્સએપ યુઝર્સ પર મોટો સાયબર એટેક; મેટા દ્વારા કરવામાં આવી પુષ્ટિ

વ્હોટ્સએપ યુઝર્સ પર મોટો સાયબર એટેક; મેટા દ્વારા કરવામાં આવી પુષ્ટિ

12
0

(જી.એન.એસ) તા. 3

જેમનું વ્હોટ્સએપ હેક થયું તે 90 લોકો પત્રકાર અને ઘણી મોટી હસ્તીઓ હોવાનું કહેવાય રહ્યું છે.

વોટ્સએપ પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કેટલાક વોટ્સએપના વપરાશકર્તાઓ સાયબર હુમલાખોરોના નિશાના પર હતા મેટાએ આ સાયબર હુમલામાં આરોપ લગાવ્યો છે કે, ગ્રેફાઈટ નામના પેરાગોનના સર્વેલન્સ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વોટ્સએપના માલિક મેટાએ કહ્યું કે, આ સાયબર હુમલામાં લગભગ 90 લોકો શિકાર બન્યા છે.

સાયબર હુમલાખોરો 90 લોકો સુધી પહોંચ્યા હતા, તેમને શિકાર બનાવ્યા હતા અને સંભવતઃ તેમના ડેટાનો ભંગ કર્યો હતો. આ 90 લોકો પત્રકાર અને ઘણી મોટી હસ્તીઓ હોવાનું કહેવાય છે, જોકે તેમની કોઈ વિગતો બહાર આવી નથી. આ સાથે મેટાએ પુષ્ટિ કરી છે કે, હુમલાખોરોએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. પત્રકારો અને નાગરિક સમાજના ઘણા સભ્યો આમાં સામેલ હતા. કંપનીનું માનવું છે કે, આ લોકો 20 અલગ-અલગ દેશોમાં હાજર છે.

પેરાગોન સોલ્યુશન દ્વારા ગ્રેફાઇટ વાસ્તવમાં શૂન્ય ક્લિક (ઝીરો ક્લિક) ટેકનોલોજી પર કામ કરે છે. આનો અર્થ એ છે કે, એક ક્લિક વિના તે ઉપકરણને ઍક્સેસ કરી શકે છે અને ડેટાનો ભંગ કરવાની ક્ષમતા ધરાવે છે. મોબાઇલ માલિકને આ ચોરીની જાણ નહીં થાય. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે.

હેકિંગ બાબતે જીમેલ દ્વારા ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે અને તમામ યુઝર્સને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેના 2500 કરોડ યુઝર્સ છે અને દરેકને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. તાજેતરમાં ઘણા પ્લેટફોર્મ પર હુમલાની માહિતી પ્રકાશમાં આવી છે, પરંતુ જીમેલનો યુઝરબેઝ ઘણો મોટો છે. જીમેલ પર ઘણી સંવેદનશીલ વિગતો છે, જો ચોરાઈ જાય તો હેકર્સ તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field