(જી.એન.એસ) તા. 2
પાટણ,
રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ દામવામાં અગ્રેસર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને ફરી એકવાર મોટી સફળતા મળી છે જેમાં, પાટણના ચાણસ્મામાંથી જુગારના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીના અધિકારીઓ દ્વારા બાતમી ના આધારે ચાણસ્માના હાઈવે સર્કલ સ્થિત સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી નવજીવન સ્પોર્ટ્સ ક્લબ પર દરોડો પાડ્યો હતો જેમાં તેત્રીસ લોકો ને ત્યાં જુગાર રમત ઝડપી લેવામાં આવ્યા હતા.
એસએમસી ના અધિકારીઓએ પકડવામાં આવેલા લોકો પાસેથી 85,950 રૂપિયા રોકડા, ઓનલાઈન ગુગલ પે મારફતે મેળવેલા રૂ.12,28,237, આઠ વાહનો તથા 37 મોબાઈલ મળીને કુલ રૂ. 17,37,150 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે 8 આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે, જે બાદ હવે આ કેસની વધુ તપાસ ચાણસ્મા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.