Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ...

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું

7
0

(જી.એન.એસ) તા. 1

નવી દિલ્હી,

સૌપ્રથમ રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપવામાં આવી હતી જે બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન અને રાજ્યમંત્રી નાણા પંકજ ચૌધરી દ્વારા સંસદમાં 11 વાગ્યે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે બજેટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બજેટ-2025 દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફ મોદી સરકારના વિઝનની બ્લુપ્રિન્ટ છે. ખેડૂતો, ગરીબ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યથી લઈને સ્ટાર્ટ અપ, ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેતું આ બજેટ મોદીજીના આત્મનિર્ભર ભારત માટેનો રોડમેપ છે. આ સર્વસમાવેશક અને દૂરંદેશી બજેટ માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કેન્દ્રીય બજેટ પર કહ્યું, “સમગ્ર દેશની સાથે બિહારને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. બિહારમાં બહુ મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ બજેટ ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના કલ્યાણમાં મદદરૂપ થવાનું છે આ બજેટ રોજગારીની તકો પૂરી પાડતું બજેટ છે અને PM મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરતું બજેટ છે. બિહારમાં મખાના બોર્ડની સ્થાપના અને કોસી પ્રદેશ માટે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ઘણી મદદ કરશે. “બિહારના કલ્યાણ અને વિકાસ માટે કરવામાં આવેલી જોગવાઈઓ માટે વડાપ્રધાન અને નાણામંત્રીનો ખૂબ ખૂબ આભાર.”

નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે અર્થવ્યવસ્થાને ગતિ આપીશું.મધ્યમ વર્ગ પર ધ્યાન આપીશુ,અમારી પ્રાથમિક્તા સ્વાસ્થ્ય અને રોજગાર પર,દેશની પ્રગત્તિ નિશ્ચિત,બજેટમાં ગરીબ, યુવાનો, મહિલાઓને પ્રાથમિક્તા,આગામી 5 વર્ષ વિકાસના રહેશે, 100 જિલ્લામાં ધન-ધાન્ય કૃષિ યોજના,કૃષિ વિકાસથી ગામડાઓને સમૃદ્ધિ મળશે. નાણામંત્રીએ કહ્યું કે સરકારે 7 ટેરિફ દરો દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ પછી ફક્ત 8 ટેરિફ દરો જ રહેશે. સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે, ઉત્પાદન મિશન મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેશે.

2024-25 ના બજેટમાં, મોદી સરકારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને ઉર્જા માળખાગત સુવિધાઓ માટે 1.19 ટ્રિલિયન રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. સરકારે પેટ્રોલિયમ સબસિડી ઘટાડી દીધી હતી. આ વખતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થવાની અપેક્ષા છે. જો આવું થશે તો પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે. આનાથી પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે. રોજિંદા ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે તો લોકોને ફાયદો થશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે ઉત્પાદન મિશન મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેશે.

50 પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવશે. UDAN યોજનામાં 100 નવા શહેરો જોડાશે. મેડિકલ ટુરીઝમને વેગ મળશે. વિઝા નિયમો હળવા કરવામાં આવશે. 120 નવા સ્થળો માટે એરપોર્ટ યોજનાની જાહેરાત. UDAN યોજના દ્વારા 4 કરોડ નવા મુસાફરોને જોડવાનો લક્ષ્યાંક. બિહારમાં નવા ક્ષેત્રના એરપોર્ટ ખુલશે. પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે MSMEs ને વધુ વ્યાપક રીતે વિસ્તરણ કરવામાં મદદ કરવા માટે વર્ગીકરણ સાથે મર્યાદા વધારીને બમણી કરવામાં આવશે. આનાથી રોજગારીનું સર્જન થશે. લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે, સ્ટાર્ટઅપ માટે લોન 10 કરોડ રૂપિયાથી વધારીને 20 કરોડ રૂપિયા કરવામાં આવશે.

A. વિકાસને વેગ આપો   B.સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરો   C. ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું   D. ઘરગથ્થુ ખર્ચમાં વધારો, અને  E .ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો. નાણામંત્રી સીતારમણ કહે છે કે બજેટ વિકાસને વેગ આપવાના અમારી સરકારના પ્રયાસોને ચાલુ રાખે છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા અને ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો ચાલુ રાખી રહી છે.

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો 7.5 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરી રહ્યા છે. આ MSME, ઉત્પાદકો સાથે, ઉત્પાદનમાં 45 ટકા યોગદાન આપી રહ્યા છે. તેમના વર્ગકરણને બમણું કરવામાં આવશે. ગેરંટી કવર સાથે તેને 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 1.5 લાખ કરોડ સુધીની લોન મળશે. સ્ટાર્ટ અપ માટે રકમ રૂ. 10 કરોડથી વધારીને રૂ. 20 કરોડ કરવામાં આવશે. ગેરંટી ફીમાં ઘટાડો થશે.

બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે આ પ્રદેશમાં ફૂડ પ્રોસેસિંગ તકનીકોના જ્ઞાનને પ્રોત્સાહન આપવામાં આવશે. આગામી એક વર્ષમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે. આગામી 5 વર્ષમાં 75000 બેઠકો વધારવાનું લક્ષ્ય છે. IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. અમે ૫૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે એક AI સંસ્થા સ્થાપીશું. શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાઓમાં પુસ્તકો પૂરા પાડશે. ૫ રાષ્ટ્રીય કૌશલ્ય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. 23 IIT માં શિક્ષકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે MSME સેક્ટરનો વિકાસ થાય. એક કરોડથી વધુ નોંધાયેલા MSME છે. તેની સાથે કરોડો લોકોની રોજગારી જોડાયેલી છે. આ ભારતને મેન્યુફેક્ચરિંગ હેડ બનાવે છે. જેથી તેમને વધુ પૈસા મળી શકે, તેમાં અઢી ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. તેનાથી યુવાનોને રોજગારી મળશે. અમે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ માટે ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ.10 કરોડ કરીશું.

બજેટમાં IITની ક્ષમતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. 5 IITમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તેમજ IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, ભારતના ફૂટવેર અને લેધર સેક્ટર માટે સહાય ઉપરાંત નોન-લેધર ફૂટવેર માટેની પણ યોજના છે. 22 લાખ રોજગાર અને રૂ. 4 લાખ કરોડનું ટર્નઓવર અને રૂ. 1.1 લાખ કરોડથી વધુની નિકાસની અપેક્ષા છે.

નાણામંત્રીએ કહ્યું કે ટીડીએસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી છે. તેમના માટે વ્યાજ મુક્તિ ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ટીડીએસ-ટીસીએસ ઘટાડવામાં આવશે.

બજેટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ બજેટ ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. મોટા વર્ગને 12 લાખ સુધીની આવક પર ટેક્સ ફ્રીનો લાભ મળશે. જ્યારે, બિહાર જેવા રાજ્યોનાં વિકાસ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field