સુધારેલી વ્યાજ સબસિડી યોજના હેઠળ 1 લાખ કરોડથી વધુ દાવાઓ પર પ્રક્રિયા, 5.9 કરોડ ખેડૂતોને લાભ
2014-15 થી 2023-24 દરમિયાન ગ્રાઉન્ડ લેવલ ક્રેડિટમાં નાના અને સીમાંત ખેડૂતોનો હિસ્સો 41 ટકાથી વધીને 57 ટકા થયો
(જી.એન.એસ) તા. 31
નવી દિલ્હી,
કૃષિ ઉત્પાદકતા અને આવક સુધારવા માટે તમામ ખેડૂતો, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને સમાજના નબળા વર્ગોને પર્યાપ્ત ધિરાણ સહાય પૂરી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ આર્થિક સર્વેક્ષણ 2024-25 માં જણાવાયું છે.
આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે માર્ચ 2024 સુધીમાં, દેશમાં ₹9.81 લાખ કરોડની લોન બાકી છે તેવા 7.75 કરોડ કાર્યરત કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખાતા છે. 31 માર્ચ 2024 સુધીમાં, માછીમારી અને પશુપાલન પ્રવૃત્તિઓ માટે અનુક્રમે 1.24 લાખ KCC અને 44.40 લાખ KCC જારી કરવામાં આવ્યા હતા.
સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના
નાણાકીય વર્ષ 25 થી શરૂ કરીને, MISS દાવાઓને ઝડપી અને વધુ કાર્યક્ષમ રીતે કેપ્ચર કરવા અને સમાધાન માટે સંશોધિત વ્યાજ સબવેન્શન યોજના (MISS) હેઠળ દાવાની પ્રક્રિયા કિસાન રિન પોર્ટલ (KRP) દ્વારા ડિજિટાઇઝ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં 1 લાખ કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરવામાં આવી છે. MISS-KCC યોજના હેઠળ હાલમાં લાભ મેળવતા લગભગ 5.9 કરોડ ખેડૂતોનું KRP દ્વારા મેપિંગ કરવામાં આવ્યું છે. નાના અને સીમાંત ખેડૂતોને વધુ ટેકો આપવા માટે બેંકોએ તેમના એડજસ્ટેડ નેટ બેંક ક્રેડિટ (ANBC) અથવા ક્રેડિટ ઇક્વિવેલેન્ટ એમાઉન્ટ ઓફ ઓફ-બેલેન્સ શીટ એક્સપોઝર (CEOBE) ના 40 ટકા, જે વધારે હોય તે, કૃષિ સહિત પ્રાથમિકતા ક્ષેત્રોને ફાળવવા પડશે. ઉપરોક્ત તમામ પગલાંએ બિન-સંસ્થાકીય ધિરાણ સ્ત્રોતો પર નિર્ભરતા 1950 માં 90 ટકાથી ઘટાડીને નાણાકીય વર્ષ 22માં લગભગ 25.0 ટકા કરી દીધી છે.
ગ્રાઉન્ડ-લેવલ ક્રેડિટ
કૃષિ માટે ગ્રાઉન્ડ-લેવલ ક્રેડિટ (GLC) એ પણ 2014-15 થી 2024-25 સુધી 12.98 ટકાના CAGR સાથે પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવી છે. GLC 2014-15 માં ₹8.45 લાખ કરોડથી વધીને 2023-24 માં ₹25.48 લાખ કરોડ થઈ ગઈ છે. આમાં, નાના અને સીમાંત ખેડૂતોની ભાગીદારી 2014-15 થી 2023-24 દરમિયાન ₹3.46 લાખ કરોડ (41 ટકા) થી વધીને ₹14.39 લાખ કરોડ (57 ટકા) થઈ છે.
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
રાજ્ય સરકારો અને વીમા કંપનીઓની ભાગીદારી નાણાકીય વર્ષ 25 માં અનુક્રમે 24 અને 15 થઈ છે. જ્યારે 2020-21 માં એ 20 અને 11 હતી. વધુમાં, આ હસ્તક્ષેપોએ પાછલા વર્ષોની તુલનામાં પ્રીમિયમ દરમાં 32 ટકાનો ઘટાડો કરવામાં ફાળો આપ્યો છે. પરિણામે, નાણાકીય વર્ષ 24 ના સમયગાળામાં નોંધાયેલા ખેડૂતોની સંખ્યા 4 કરોડ સુધી પહોંચી ગઈ, જે નાણાકીય વર્ષ 2023 ના સમયગાળામાં 3.17 કરોડથી 26 ટકાનો વધારો છે. નાણાકીય વર્ષ 2024માં વીમાકૃત વિસ્તાર પણ 600 લાખ હેક્ટર સુધી વિસ્તર્યો, જે નાણાકીય વર્ષ 2023માં 500 લાખ હેક્ટરથી 19 ટકાનો વધારો દર્શાવે છે.
પીએમ-કિસાન અને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
ખેડૂતોને સીધી આવક સહાય પૂરી પાડતી પીએમ-કિસાન અને ખેડૂતો માટે પેન્શન યોજનાઓ પ્રદાન કરતી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PMKMY) જેવી સરકારી પહેલોએ ખેડૂતોની આવક વધારવા અને તેમની સામાજિક સુરક્ષા વધારવામાં સફળતાપૂર્વક યોગદાન આપ્યું છે. PM-કિસાન હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે અને 31 ઓક્ટોબર 2024 સુધીમાં 23.61 લાખ ખેડૂતોએ PMKMY હેઠળ નોંધણી કરાવી છે. આ પ્રયાસો ઉપરાંત, ONORC પહેલ હેઠળ e-KYC પાલન અને e-NWR ધિરાણ માટે ક્રેડિટ ગેરંટી યોજનાઓ જેવા સુધારાઓ પ્રણાલીગત બિનકાર્યક્ષમતાને ધ્યાનમાં રાખે છે. જે ઐતિહાસિક રીતે કૃષિ ક્ષેત્રને પ્રભાવિત કરે છે.
ખાદ્ય વ્યવસ્થાપન: ખાદ્ય સુરક્ષાને સક્ષમ બનાવવી
આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અને લક્ષિત PDS (TPDS),નાં માધ્યમથી ઘરેલુ ખાદ્ય સુરક્ષાને લાંબા સમયથી સંભાળી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) 2013 અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને ખાદ્ય સુરક્ષાના અભિગમમાં મૂળભૂત પરિવર્તન દર્શાવે છે. NFSA અધિનિયમ કાયદેસર રીતે ગ્રામીણ વસ્તીના 75 ટકા અને શહેરી વસ્તીના 50 ટકા સુધી લોકોને લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મફત અનાજ મેળવવાનો અધિકાર આપે છે, જેમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ 81.35 કરોડ વ્યક્તિઓને મળે છે. તેથી, લગભગ બે તૃતીયાંશ વસ્તીને ખૂબ જ સબસિડીવાળા અનાજ મેળવવા માટે કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. PMGKAY હેઠળ મફત અનાજની ફાળવણી લગભગ 80 કરોડ લાભાર્થીઓ માટે નિયમિત ફાળવણીથી ઉપરાંતની છે. 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવેલા, આગામી પાંચ વર્ષ માટે PMGKAY હેઠળ મફત અનાજની જોગવાઈ, રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ સુરક્ષાને સંબોધવા માટે સરકારની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
કૃષિ યાંત્રિકીકરણ:
કૃષિ યાંત્રિકીકરણ પર પેટા-મિશન
આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે કૃષિ યાંત્રિકીકરણ પર પેટા-મિશન (SMAM) રાજ્ય સરકારોને કૃષિ મશીનરી સંબંધિત તાલીમ અને પ્રદર્શનો, કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHCs) ની સ્થાપના અને ખેડૂતોને વિવિધ ખેતી સાધનો મેળવવામાં સહાય કરે છે. 31 ડિસેમ્બર સુધીમાં, આ પહેલ હેઠળ 26,662 CHCs ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ફક્ત નાણાકીય વર્ષ 2025માં 138 CHCs ની સ્થાપના કરવામાં આવી હતી.
મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવું
સરકારે મહિલા SHGs ને ડ્રોન પૂરા પાડવાના હેતુથી તાજેતરમાં મંજૂર કરાયેલી યોજનાને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલનો હેતુ 15000 પસંદગી પામેલા મહિલા સ્વ-સહાય જૂથ (SHGs) ને કૃષિ હેતુઓ માટે ખેડૂતોને ભાડાની સેવા આપવાનો છે, જેમાં ખાતર અને જંતુનાશકોના ઉપયોગ સામેલ છે. ડ્રોન ખરીદવા માટે મહિલા સ્વ-સહાય જૂથોને ડ્રોનની કિંમત અને સંબંધિત ખર્ચનાં 80 ટકા, મહત્તમ ₹8 લાખ સુધીની કેન્દ્રીય નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના સ્વ-સહાય જૂથોને ટકાઉ વ્યવસાય અને આજીવિકા સહાય પણ પ્રદાન કરશે, જેનાથી તેઓ વાર્ષિક ઓછામાં ઓછા ₹1 લાખની વધારાની આવક ઉત્પન્ન કરી શકશે.
કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ-સ્કીમ
આર્થિક સર્વે જણાવે છે કે 31 ઓક્ટોબર, 2024 સુધીમાં, કૃષિ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબ-સ્કીમ હેઠળ 48611 સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ₹4,795.47 કરોડની સબસિડી વિતરિત કરવામાં આવી છે. આ ઉપરાંત, AMI યોજના હેઠળ સહાયતા પ્રાપ્ત અન્ય પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત 21004 પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં આવ્યા છે. જેના માટે ₹2,125.76 કરોડની સબસિડી આપવામાં આવી છે.
e-NAM
આર્થિક સર્વેક્ષણમાં જણાવાયું છે કે આ પહેલ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC) ની દરેક મંડીને આવશ્યક હાર્ડવેર માટે મફત સોફ્ટવેર અને ₹75 લાખની નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં ગુણવત્તા પરીક્ષણ ઉપકરણો અને સફાઈ, ગ્રેડિંગ, વર્ગીકરણ અને પેકેજિંગ માટે માળખાગત વિકાસનો સમાવેશ થાય છે. 31 ઓક્ટોબર, 2024 સુધીમાં, 1.78 કરોડથી વધુ ખેડૂતો અને 2.62 લાખ વેપારીઓએ e-NAM પોર્ટલ પર નોંધણી કરાવી છે. તે જ તારીખ સુધીમાં, 9,204 FPO નોંધાયેલા છે, અને આમાંથી 4,490 સંસ્થાઓને ₹237 કરોડની ઇક્વિટી ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.