(જી.એન.એસ) તા. 28
અયોધ્યા,
મહાકુંભનો પાવન અવસર છે જેમાં અત્યાર સુધી 15 કરોડ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. જ્યારે હવે તો આવતીકાલે મૌની અમાસ છે. આ દિવસે બીજુ અમૃત સ્નાન છે. જેમાં એક જ દિવસમાં 10 કરોડ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. ત્યારે મહાકુંભને લઇને આસપાસના સુપ્રસિદ્ધ તીર્થ સ્થાનોમાં પણ ભક્તોનો ધસારો વધ્યો છે. વારાણસીમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે જ્યારે અયોધ્યામાં પણ એટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે કે હવે તો મંદિર ટ્રસ્ટે ભક્તોને ખાસ અપીલ કરવી પડી છે.
મૌની અમાસને કારણે આશરે 10 કરોડ ભક્તો પ્રયાગરાજ પહોંચશે તેવી સંભાવનાઓ છે. અયોધ્યા અહીંથી 168 કિલોમીટર દૂર છે. તેથી, સંગમમાં શાહી સ્નાન કર્યા પછી ઘણા ભક્તો રામ નગરી અયોધ્યા પણ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે પડોશના ભક્તોને 15 દિવસ પછી જ અયોધ્યા આવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે મૌની અમાસનું મુખ્ય સ્નાન 29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં છે. આ દિવસે 10 કરોડ લોકો ગંગા સ્નાન કરશે એવો અંદાજ છે. પ્રયાગરાજથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો પ્રયાગથી ટ્રેન અને રોડ બંને રીતે અયોધ્યા આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં અયોધ્યામાં મુલાકાતીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે વધુમાં કહ્યું હતું કે, અયોધ્યા ધામની વસ્તી અને કદ જોતાં કહી શકાય કે એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં ભક્તોને રામલલાના દર્શન કરાવવા ખૂબ જ મુશ્કેલ છે અને તેનાથી ભક્તોને મુશ્કેલી પડી રહી છે. પરિણામે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ભક્તોએ વધુ ચાલવું જરૂરી બન્યું છે. તેથી નજીકના વિસ્તારોના ભક્તોને વિનંતી છે કે તેઓ 15-20 દિવસ પછી અયોધ્યાના દર્શન માટે આવે. જેથી દૂર દૂરથી આવતા ભક્તો સરળતાથી રામલલાના દર્શન કરી શકે. આ દરેક માટે અનુકૂળ રહેશે. વસંત પંચમી પછી ફેબ્રુઆરી મહિનામાં ઘણી રાહત રહેશે. હવામાન પણ સારું રહેશે. કૃપા કરીને મારી આ વિનંતી પર વિચાર કરો.
પ્રયાગરાજના ડીએમ રવિન્દ્ર કુમાર માંધાડે પ્રયાગરાજ શહેરના લોકોને મૌની અમાવસ્યા સ્નાન ઉત્સવ નિમિત્તે ફોર વ્હીલરનો ઉપયોગ ન કરવા વિનંતી કરી છે. X પર પોસ્ટ કરીને, તેમણે પ્રયાગના લોકોને અપીલ કરી કે તેઓ ફોર-વ્હીલરનો ઉપયોગ ન કરે અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી ન થાય તે માટે વહીવટીતંત્રને સહકાર આપે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.