Home ગુજરાત કચ્છ કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

12
0

(જી.એન.એસ) તા. 24

રાપર,

કચ્છના રાપરમાં 15 વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી 15 વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ છે.  આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો પણ નોંધાયો છે.

ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો.  આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી.  આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.

સગીરાએ પોતે સ્યુસાઇડ નોટમાં આ વાત લખી છે. 15 વર્ષીય સગીરાની આત્મહત્યાના ચાર દિવસ પછી કુટુંબીજનોને સ્યુસાઇડ નોટ મળી છે. મૃતકના કુટુંબીજનોએ સગીરાની સ્યુસાઇડ નોટ પોલીસને સોંપી છે. પોલીસે સગીરાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને જામનગર મોકલ્યો છે.

દરમ્યાન પરિવારજનોને આ વિદ્યાર્થિનીની નોટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે. તે મને હંમેશાં ટોર્ચર કરતાં. ઘડી-ઘડી સંભળાવતા અને મને હાથ દેખાડતા, પાસ નકામી કરી. હું આ બધું સહન નહીં કરી શકું એટલે મેં આ પગલું ભર્યું હોવાનું લખાણ સામે આવ્યું હતું, વિશ્વાના પિતા સવજી ગાભાભાઇ પરમાર સ્યૂસાઇડ નોટ લઇને ભીમાસર પોલીસ મથકે પહોંચ્યા હતા. ભચાઉ પ્રાંત સહિતની હાજરીમાં કિશોરીની મૃતદેહ બહાર કાઢવામાં આવ્યૂ હતું અને ફોરેન્સિક પી.એમ. માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field