(જી.એન.એસ) તા. 22
અમદાવાદ,
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાત દિવસ બાદ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે આ ઉત્તરાયણમાં પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં તારીખ 14-15-16 જાન્યુઆરી ગુજરાતમાં વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આજે 23 જાન્યુઆરી ને ગુરુવારના રોજ તેઓ ગુજરાત પ્રવાસે આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ, આજે 651 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરનાર છે. આ દિવસે ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસના કામોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરશે. મળતી માહિતી મુજબ ઝુંડાલમાં 100 કરોડના આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવશે, થલતેજ વોર્ડમાં 13 કરોડમાં શિલજ તળાવનું અને બોડકદેવ વોર્ડમાં 3.35 કરોડના ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું પણ લોકાર્પણ કરશે, ત્યારે બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસો અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરનાર છે. જેમાં ચેનપુર અન્ડરપાસ ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત તેઓ જાહેર સભા દરમિયાન રાણીપવાસીઓને સંબોધન કરશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.