(જી.એન.એસ) તા.૨૧
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી મોટાપ્રમાણમાં રાજસ્થાન તરફથી ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી ટીમે નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન એક જ રાતમાં અલગ-અલગ બે જગ્યાએથી અંદાજે રૂા.૧ કરોડથી વધુની કિંમતનો ઈંગ્લીશ દારૂ તેમજ મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું, જે દરમ્યાન બાતમીના આધારે ચોટીલાથી રાજકોટ તરફ જતા એક ટ્રકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની હકિકતના આધારે વોચ ગોઠવી હતી જેમાં બાતમીવાળી ટ્રક હાઈવે પર આવેલ રીલાયન્સ ચેક પોસ્ટ સામેથી પસાર થતાં તેને રોકી તલાસી લેતા અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૧૫૪૪ કિંમત રૂા.૬૬.૧૦ લાખ, મોબાઈલ અને ટ્રક કિંમત રૂા.૧૦ લાખ સહિત કુલ રૂા.૭૬.૧૨ લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલક કમલેશકુમાર સદારામ બિસ્નોઈ રહે.રાજસ્થાનવાળાને ઝડપી લીધો હતો અને ટ્રકમાલીક સુખદેવરામ બિસ્નોઈ રહે.ગાંધીધામ, ગોવાથી ઈંગ્લીશ દારૂ ભરી આપનાર સહિતનાઓ સામે નાની મોલડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. જ્યારે બીજા બનાવમાં એલસીબી પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર નાની મોલડી ગામના પાટીયા પાસેથી ટ્રકને રોકી તેમાંથી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૬૫૬૩ કિંમત રૂા.૩૭.૫૦ લાખ તેમજ ટ્રક કિંમત રૂા.૧૦ લાખ, મોબાઈલ કિંમત રૂા.૧૦,૦૦૦ સહિત કુલ રૂા.૪૭.૬૦ લાખના મુદ્દામાલ સાથે ટ્રકચાલક લક્ષ્મણભારતી ગોસ્વામીને ઝડપી લીધો હતો જ્યારે માલ ભરી આપનાર ભજનલાલ પ્રેમારામ બિસ્નોઈ, માલ ભરી ટ્રક લાવનાર ક્રિષ્નારામ મારવાડી, માલ મંગાવનાર રાજકોટના અજાણ્યા શખ્સ સહિતનાઓના નામ ઝડપાયેલ ટ્રકચાલકે આપતા તમામ વિરૂધ્ધ પણ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આમ એલસીબી પોલીસે એક જ રાતમાં અલગ-અલગ બે સ્થળો પરથી કુલ રૂા.૧.૨૩ કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મોટાપ્રમાણમાં સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા ઈંગ્લીશ દારૂ ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે આગામી દિવસોમાં પોલીસ બેડામાં નવા-જુની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.