(જી.એન.એસ) તા.૨૦
સુરત,
ઉમરા વિસ્તારમાં ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો, આરટીઓ ઇન્સ્પેક્ટર પતિને ફોરેસ્ટ અધિકારી પત્નીએ પરસ્ત્રી સાથે પકડી પાડ્યો. સુરત શહેરમાં થોડા દિવસો પહેલા બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સૌને હચમચાવી નાખ્યા છે. એક RTO ઇન્સ્પેક્ટર પોતાની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પત્નીએ પોતાના પતિ અને તેની પ્રેમિકા સામે અત્યાચાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે મળતી માહિતી અનુસાર, ફોરેસ્ટ અધિકારી હોવા છતાં પત્નીએ પોતાના પતિની પ્રેમકથાને ખુલ્લી પાડી હતી. પત્નીએ પોતાના પતિને પ્રેમિકાના ઘરમાંથી બહાર કાઢતાંનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પતિ, પત્ની અને વોનો અજીબો ગરીબ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતની આરટીઓ ઓફિસમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિકુંજ ગોસ્વામીના લગ્ન ફોરેસ્ટ અધિકારી મહિલા સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ એક પુત્રનો જન્મ થયો હતો અને પતિ-પત્ની વચ્ચે અણબનાવ શરૂ થયા હતા. આરટીઓ અધિકારી પત્નીને છોડી પરસ્ત્રી સાથે રહેતો હોવાની વિગતો લાંબા સમયથી પત્નીને મળી હતી. એક દિવસ એવો આવ્યો કે પત્ની પોલીસને લઈ પરસ્ત્રીના ઘરે પહોંચી હતી અને પતિને પરસ્ત્રીના ઘરેથી પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેણે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મહિલાએ તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ માનસિક અત્યાચાર સાથે મહિલા અત્યાચારનો ગુનો દાખલ કરાવવાની કામગીરી શરૂ કરી હતી અને આખરે આ ફોરેસ્ટ અધિકારી મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, પ્રેમિકા અને સાસુ સસરા વિરુદ્ધ મહિલા અત્યાચાર સાથે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. અડાજણ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.