Home અન્ય રાજ્ય ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરની નાની અને મામાનું હરિયાણામાં થયેલ એક માર્ગ...

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરની નાની અને મામાનું હરિયાણામાં થયેલ એક માર્ગ અકસ્માતમાં મોત

8
0

(જી.એન.એસ) તા. 19

હરિયાણા,

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન મળ્યાના બે દિવસ પછી ટેના માટે એક ખુબજ દુ:ખદ સમાચાર મળ્યા હતા, જેમાં એક માર્ગ અકસ્માતમાં તેમની નાની અને મામાનું મૃત્યુ થયું છે.  મનુ ભાકર અને તેમના પરિવારને આઘાત લાગ્યો છે. આ અકસ્માત રવિવારે સવારે ચરખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર થયો હતો. મનુના મામા અને નાની સ્કૂટર  પર જતાં  હતા, ત્યારે અચાનક ઓવર સ્પીડમાં આવતી કારે સ્કૂટરને  ટક્કર મારી હતી. . ટક્કર એટલી બધી હતી કે, બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ અકસ્માત બાબતે માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ મનુ ભાકરના મામા અને નાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં ઘટનાને અંજામ આપનાર વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. હવે પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે અને ડ્રાઇવરની શોધ ચાલુ છે. પોલીસે મૃતકોની ઓળખ 50 વર્ષીય યુદ્ધવીર ( મનુ ભાકરના કાકા) અને 65 વર્ષીય સાવિત્રી (મનુ ભાકરની નાની) તરીકે કરી છે. બંને મૂળ હરિયાણાના ભિવાની જિલ્લાના કલાલી ગામના રહેવાસી હતા.

મનુ ભાકરના મામા યુદ્ધવીર હરિયાણા રોડવેઝમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.  સવારે નોકરી પર જવા માટે તેઓ સ્કૂટી લઇને ર નીકળ્યા હતા આ સમયે  મનુના નાનીને તેમના નાના પુત્રના ઘરે જવાનું હોવાથી તેઓ પણ તેમની સાથે સ્કૂટરમાં નીકળ્યાં હતા. તેમનો નાનો પુત્ર  લોહારુ ચોકમાં રહે છે. આ કારણોસર, યુધ્વવીર અને સાવિત્રી એક સાથે સ્કૂટર પર નીકળ્યા હતા, પરંતુ તેઓ કાલિયાણા વળાંક પર પહોંચ્યા કે રોંગ સાઇડથી આવી રહેલી એક ઓવરસ્પીડ કારે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. . ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડની કિનારે પલટી ગઈ હતી, જ્યારે મનુ ભાકરના મામા અને નાની  ઘટનાસ્થળે જ મોત થયું હતું.     

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field