(G.N.S) Dt. 19
(તખૂભાઈ સાંડસૂર)
ભાવનગર,
વાઈલ્ડ લાઇફ ડિવિઝન સાસણના ઉપક્રમે આજે સિંહ સદન સાસણગીરના ઓડિટોરિયમમાં સિંહ સંરક્ષણ જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદઘાટન વન્ય પ્રાણી વિભાગ સાસણના નાયબ વનસંરક્ષક શ્રી ડો. મોહન રામે કર્યું હતું. તેઓએ જણાવ્યું કે આજનો આ માર્ગદર્શન કાર્યક્રમ આવતા દિવસોમાં સિંહ સરક્ષણ અને સિંહ જાગૃતિ માટે મહત્વનો સાબિત થશે. હું આપ સૌની સાથે ભલે પ્રત્યક્ષ રીતે ન મળતા હો પરંતુ પરોક્ષ રીતે હંમેશા જોડાયેલો છો. સને 2025 માં યોજાનાર સિંહ ગણતરીનો આગામી કાર્યક્રમ યોજાશે તેમાં કેવી રીતે કામ કરવું તે આજે વિગતો અપાશે.
આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાઠોડ,શ્રી ઉમરાણિયા તથા સિંહ દિવસના મહત્વનું સંકલન કરતા શ્રી કરસનભાઈ વાળા તથા પર્યાવરણ અને પ્રાણી તજજ્ઞ શ્રી રોહિત વ્યાસ અને ભાવનગર જિલ્લાના સિંહ દિવસના સંયોજક શ્રી તખુભાઈ સાંડસુર વગેરે જોડાયાં હતા.
ભાવનગર જિલ્લાના સિંહ દિવસ સાથે જોડાયેલાં કાર્યકર્તાઓ, બીઆરસી શ્રીઓ, સીઆરસી શ્રીઓ તથા તાલુકા કોર્ડીનેટર શ્રી ઓ વગેરેની પણ વિશેષ હાજરી રહી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.