Home ગુજરાત સુરતમાં ઘર પાસે રમતા બાળકને કૂતરાએ ફાડી ખાધો : ગળા, હાથ અને...

સુરતમાં ઘર પાસે રમતા બાળકને કૂતરાએ ફાડી ખાધો : ગળા, હાથ અને પીઠના ભાગે બચકા ભરતા હોસ્પિટલમાં દાખલ કરાયો

10
0

(જી.એન.એસ) તા.૧૬

સુરત,

આસપાસના લોકોનું ધ્યાન પડતાં જ તુરંત તેને છોડાવીને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.આ 9 વ સુરતના હજીરા કવાસમાં આજરોજ સવારના એક ચકચારી ઘટના બની છે. 9 વર્ષીય બાળક પર એકાએક શ્વાને હુમલો કરીને ડાબા હાથ અને ખભાના ભાગને ફાડી ખાધો હતો. જોકે, આસપાસના લોકોનું ધ્યાન પડતાં જ તુરંત તેને છોડાવીને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો.આ 9 વર્ષીય બાળકની સારવાર કરતાં ડૉક્ટર આરતીએ બાળકની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું કે, આજે સવારે ધોરણ-4માં ભણતા મયુર રાજુભાઈ મેડાને 9 વાગ્યે સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તે SPCL કંપની પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે ઝૂંપડપટ્ટીની નજીક જ રમતા-રમતા વોશરુમ માટે ગયો ને અહીં રખડતા શ્વાને તેને બચકા ભર્યા. આ હુમલામાં તેને ગળાના ભાગે, પીઠ અને હાથ પર ઘા લાગ્યા છે. હાલ આ ઘા પર ટાંકા લગાવ્યા છે ને તેની સારવાર ચાલી રહી છે.વધુમાં તેઓએ જણાવ્યું કે, અહીંથી પસાર થતા લોકોનું ધ્યાન પડતાં જ તુરંત મયુર પાસે દોડી ગયા હતા અને તેને શ્વાનના મોઢામાંથી છોડાવ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે 108 મારફતે તુરંત જ તેને સિવિલ લાવવામાં આવ્યો હતો. આ ડોગ બાઈટ કેટેગરી-3માં આવે છે. આ બાઈટ ગંભીર હોવાના કારણે તાત્કાલિક તેની પ્રાથમિક સારવાર હાથ ધરીને તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે ને હજુ પણ તેની સારવાર ચાલુ છે. મયુરના પિતા રાજુભાઈ મેડા મજૂરીનું કામ કરે છે ને આ હૃદયદ્રાવક ઘટનાના કારણે હજુ પણ આઘાતમાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field