(જી.એન.એસ) તા.૧૬
રાજકોટ,
રાજકોટમાં ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. દોરીના લીધે ગળુ કપાવવા ઉપરાંત ધાબા પરથી પડવાની ઘટના પણ સામે આવી છે. ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડતા દસ વર્ષના બાળકનું મોત થયું હતું. રાજકોટમાં ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કોલમાં વધારો થયો છે. દોરીના લીધે ગળુ કપાવવા ઉપરાંત ધાબા પરથી પડવાની ઘટના પણ સામે આવી છે. ઉત્તરાયણના દિવસે ધાબા પરથી પડતા દસ વર્ષના બાળકનું મોત થયું હતું. આ રીતે મીરા ઉદ્યોગનગરમાં પણ ધાબા પરથી પડતા 18 વર્ષના યુવકનું મોત થયું હતું. બેડલા ગામે પતંગની દોરીથી ગળુ કપાતા 28 વર્ષના યુવકનું મોત થયું હતું. રાજકોટના કુવાડવા રોડ પસાર થઈ રહેલા યુવકના ગળા દોરી ફસાઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક ચાલકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જતી વખતે યુવકનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાજકોટ શહેરમાં કરુણા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે સતત દોડતી જોવા મળી હતી. રાજકોટ શહેરમાં જુદા જુદા 16 સ્થળો પર પક્ષીઓ માટે ટેમ્પરરી હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી. મકરસંક્રાતિના એક જ દિવસે 1000 જેટલા પક્ષીઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 200 પક્ષીઓના કરૂણ મોત નિપજ્યા હતા. ત્યારે હજુ પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ આવી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાવનગરમાં પતંગની દોરી વાગવાની બે અલગ-અલગ ઘટનામાં એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાં જાનવી બારૈયા નામની ત્રણ વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે નિકુલ પરમાર નામના શખ્સને ગળાના ભાગે દોરી બેસી જતા ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઈને નિકુલને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.