Home ગુજરાત રૃા.૧૭ લાખની ઠગાઈમાં વલસાડ પંથકના આરોપીની ધરપકડ કરવામાં આવી

રૃા.૧૭ લાખની ઠગાઈમાં વલસાડ પંથકના આરોપીની ધરપકડ કરવામાં આવી

10
0

(જી.એન.એસ) તા૧૩

રાજકોટ,

૧પ૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ રૃક્ષ્મણિ હાઈટસમાં રહેતાં નીશાબેન યશવંતભાઈ પેઢડીયા સાથે શેર બજારમાં ઓનલાઈન રોકાણના નામે રૃા.૧૭.૪૪ લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપી હરિશ વેલજીભાઈ ભાનુશાલી ને ઝડપી લઈ ગેંગના બીજા સભ્યોને ઝડપી લેવા તજવીજ શરૃ કરી છે. કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી થઈ હતી. જેના આધારે પી.આઈ. આર. જી. પઢીયારે તપાસ આગળ ધપાવી આરોપી હરીશને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના ગુનામાં આરોપીના બેન્ક ખાતામાં રૃા.૧૦ લાખથી વધુની રકમ જમા થઈ હતી. એટલું નહીં અન્ય રાજયોમાં થયેલી ૧પ થી ૧૬ સાયબર ફ્રોડની અરજીમાં પણ  આરોપીના બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. ઉપરાંત ગત માર્ચ માસથી મે માસ દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં રૃા.૬૧ લાખના ટ્રાન્ઝેકશન પણ થયા હતા. સ્થિતિમાં આરોપી સાથે બીજા કયાકયા આરોપીઓ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપી  હરીશ વિરૃધ્ધ લીલીયા પોલીસ મથકમાં વિશ્વાસઘાતછેતરપિંડી અને નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ નોંધાયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field