(જી.એન.એન) તા.૧૨
સાબરકાંઠા,
ગાંઠીયા ખાધા બાદ બાળકીને ઝાડા અને ઉલટી થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા ખોરાક અને ઔષધી નિયમન વિભાગની કામગીરી કાગળ ઉપર જોવા મળી છે. હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીન ના ગાંઠીયા ખાધા બાદ બાળકીને ઝાડા અને ઉલટી થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા. એક નાની બાળકી અને તેની મમ્મીએ ગાંઠીયા ખાધા હતા. અચાનક ગાંઠીયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા અને ઉલટી થતાં બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો હતો. સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ તંત્રની મિલીભગતથી સાબરકાંઠાના કેટલાક વેપારીઓ લોકોના આરોગ્યની કોઇપણ પ્રકારની પરવા કર્યા વગર માત્ર પોતાના આર્થિક ફાયદા માટે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી રહ્યા છે જેને કારણે ભેળસેળીયા વેપારીયોમાં તંત્રનો ડર રહ્યો નથી. સરકારી ચોપડે બતાવવા પુરતી કામગીરી કરાઈ રહ્યાનું અને મોટા હપ્તાઓ ઉપર સુધી જતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અવારનવાર સાબરકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થમાંથી ઉંદર ગરોળી સહિતના મૃત જીવો નીકળવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે સાબરકાંઠા ખોરાક અને ઔષધી નિયમન વિભાગની કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તે પ્રમાણેના લાગી રહ્યું છે ખોરાક અને ઔષધી નિયમન વિભાગની નિષ્ફળ કામગીરીને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.