(જી.એન.એન) તા.૧૨
સુરત,
સુરતમાં ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતમાં ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઓલપાડમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. માસમા ગામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હતું. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડતા નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. સુરતમાં સતત નકલી વસ્તુઓના વેચાણ છેલ્લા કેટલાક સમયથી જોરશોરમાં ચાલી રહ્યો છે ત્યારે ખાવા પીવાની વસ્તુની વેચાણ બજારમાં પણ ડુપ્લિકેશન થઈ રહ્યાનું સામે આવ્યું હતું. હલકી ગુણવતાવાળી વસ્તુ બજારમાં વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એક નકલી અને મિલાવટી ઘી બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. ઓલપાડના માસમા ગામે ફરી ઝડપાઈ ડુપ્લીકેટ ઘીની ફેકટરી પકડાઇ છે. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યો છે. પોલીસે ગોડાઉનમાંથી નકલી ઘીના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અગાઉ પણ વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી.આપને જાણવી દઈએ કે,મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. ઘી બનાવાનો સામાન, પેકિંગ મશીનરી મળી આવી છે. અગાઉ પણ નકલી ઘીની ફેક્ટરી ઝડપાઇ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.