Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજ્યમા HMPV વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો, અમદાવાદના 9 મહિનાનો બાળક પોઝિટિવ

રાજ્યમા HMPV વાયરસના કેસોમાં વધારો જોવા મળ્યો, અમદાવાદના 9 મહિનાનો બાળક પોઝિટિવ

3
0

(જી.એન.એસ) તા.૧૧

અમદાવાદ,

અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકને HMPV વાયરસ પોઝિટિવ આવ્યો. રાજ્યમાં HMPV વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના સાઉથ બોપલમાં રહેતા 9 મહિનાના બાળકને HMPV વાયરસ થયો છે. બાળકને શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં 6 જાન્યુઆરીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 9 જાન્યુઆરીએ બાળકનો HMPV ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં HMPV વાયરસના કુલ કેસોની સંખ્યા ત્રણ થઈ છે. અગાઉ અમદાવાદમાં જ બે અન્ય કેસ નોંધાયા હતા. આ વાયરસને કારણે બાળકોમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોને ઠંડીથી બચાવવાની સલાહ આપી છે. જો કોઈ બાળકને શરદી, ખાંસી અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field